GSTV

બોલિવુડના આ ખ્યાતનામ અભિનેતાને આ ફિલ્મ માટે ચાર મહિના લેવી પડશે કડક ટ્રેનિંગ, 115 કિલો વજન કરવું પડશે

Last Updated on February 10, 2020 by Mayur

કરણ જોહરની ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યા પછી વિક્કી કૌશલ આદિત્ય ધરની ફિલ્મ ધ ઇમમ્મોર્ટલ અશ્વસ્થામાનું શૂટિંગ શરૂ કરશે. આ માટે તેને સખત ટ્રેનિંગ લેવી પડશે. આ ફિલ્મ માટે તેને પોતાનું વજન ૧૧૫ કિલો જેટલું કરવું પડશે.

વિકી આજે વ્યસ્ત સ્ટારમાંનો એક છે. તેની કારકિર્દીએ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકથી તેજી પકડી છે. હવે તેની પાસે ઘણી સારી ફિલ્મો છે. હવે તે જલદી જ એક સુપરહીરો ફિલ્મમાં જોવા મળવાનો છે. વિકી હાલ કરણ જોહરની ફિલ્મ તખ્તના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પછી તે આદિત્ય ધરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.જે મહાભારતના એક પાત્ર પર આધારિત છે.

કહેવાય છે કે, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. આ માટે તેને પહેલા ચાર મહિનાની હાર્ડકોર ટ્રેનિંગ લેવી પડશે. સૂત્રોના અનુસાર વિકી આ ફિલ્માં હાઇ લેવલના સ્ટંટ અને એકશન દ્રશ્યો ભજવતો જોવા મળશે.

વિકી ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા માટે મિક્સડ માર્શલ આર્ટસની તાલીમ લેશે. આ ઉપરાંત તેનું મેઇન ફ્રોકસ ક્રાવ મગા અને જુજુત્સુ પર હશે. વિકીએ કરણ જોહરની ફિલ્મ માટે ઘોડેસવારીની તાલીમ લીધી હોવાથી આ ફિલ્મમાં તેનો ફાયદો મળશે. રિપોર્ટસના અનુસાર વિકીને અશ્વત્થામાના પાત્ર માટે તીરંદાજી અને તલવાર ચલાવવું પણ શીખવું પડશે.

READ ALSO

Related posts

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!