GSTV
Home » News » બોલિવૂડની આ એક્ટ્રેસે ‘અમેરિકન બિકીની’માં શેર કરી તસવીર, કેપ્શનમાં લખ્યું કે, ‘આ પતિએ આપી છે માટે…..’

બોલિવૂડની આ એક્ટ્રેસે ‘અમેરિકન બિકીની’માં શેર કરી તસવીર, કેપ્શનમાં લખ્યું કે, ‘આ પતિએ આપી છે માટે…..’

બોલિવૂડની એક્ટ્રેસ પ્રિતી ઝિન્ટા ભલે બોલિવૂડથી દૂર રહેતી હોય પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિતી ઝિન્ટા પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ચર્ચામાં રહતી હોય છે. પ્રિતી ઝિન્ટાએ બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે 2016માં લગ્ન કર્યાં હતાં. હવે પ્રિતીએ એક એવી તસવીર શૅર કરી છે.

હાલ પ્રિતી અમેરિકામાં એન્જોય કરી રહી છે. પ્રિતી તેના પતિ જીન ગુડઈનફ સાથે પણ અવારનવાર જોવા મળે છે. હવે તેના પતિએ પ્રિતીને અમેરિકન બિકીની જેવો ડ્રેસ ગિફ્ટમાં આપ્યો હતો. જે પહેરીને પ્રિતી ઝિન્ટાએ તસવીર શૅર કરી હતી.

અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ તસવીર શૅર કરતાં પ્રિતી ઝિન્ટાએ લખ્યું હતું કે,’ખુશીસભર ચાર જુલાઈની દરેકને શુભકામનાઓ. મને મારા નવા ઘર સાથે પ્રેમ છે, જે ઘરથી દૂર છે. પતિએ મને નવી અમેરિકન બિકીની અપાવી છે. મને લાગે છે કે આજે જ પહેરવી સારી રહેશે.’

હકીકતમાં પ્રિતીએ શૅર કરેલી આ તસવીરમાં તેણે જે ડ્રેસ પહેરેલો છે. તેમાં બિકીની પ્રિન્ટ કરી છે. પ્રિતી આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા પ્રિતીના પ્રેગ્નન્ટ હોવાના ન્યૂઝ પણ સામે આવ્યાં હતાં. જોકે, પ્રિતીએ આ વાતને અફવા ગણાવી હતી.

બોલિવૂડથી દૂર રહેલી પ્રિતી ઝિન્ટા આઈપીએલમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. જોકે, આઈપીએલ પછી હાલ તે ભારતથી દૂર અમેરિકામાં પતિ સાથે રહે છે.

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!