GSTV

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાનની હાલમાંજ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજી ખૂબ ચર્ચામાં છે. અને સાથે સાથે તેમણે ભજવેલી ભૂમિકાને ભરપૂર પ્રસંશા મળી રહી છે. ફિલ્મમાં તેઓ નેગેટીવ શેડનાં રોલમાં નજરે આવ્યા હતા. તેની અસર અત્યંત જોરદાર અને ધમાકેદાર હતી કે તેમની તુલના ફિલ્મ પદ્માવતમાં અત્યંત ક્રૂર પાત્ર અલાઉદીન ખિલજી સાથે કરવામાં આવી હતી.

અભિનેતાએ એક ઈન્ટરવ્યુંમાં ફિલ્મા સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. આ સિવાય અભિનેતા સૈફઅલી ખાને દેશમાં ચાલી રહેલા હાલનાં રાજકીય મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નો જવાબ આપતા ટાળી રહ્યા હતા.

અભિનેતાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે દેશભરમાં ચાલી રહેલા પ્રોટેસ્ટ વિશે વાત કરતા જણાવ્યું કે તેઓ આ જોઈને દુખી થઈ રહ્યો ચું. કે દેશનાં લોકો ખોટું વલણ અપવાની રહ્યા છે. આ આપણને ભાઈચારાનાં માર્ગથી અલગ લઈને જઈ રહ્યું છે. સૈફે જણાવ્યું કે જેવી રીતે દેશ આગળ વધી રહ્યો છે. તેનાથી તો તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે દેશમાંથી સેક્યુલિરિઝમનું નામો નિશાન મિટાઈ જશે.

સૈફનું એવું માનવું છે કે દેશનાં લોકો લાભદાયી વસ્તુઓ પર સ્ટેન્ડ નથી લઈ રહ્યા. પરંતુ જો લોકો કોઈ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે તો તેમને માર મારવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે કોઈ એક્ટર કોઈ બાબત પર સ્ટેન્ડ લે તો તેનો પ્રભાવ તેમની ફિલ્મ પર પણ પડે છે. તેટલા માટે સૈફનાં મત મુજબ A-Political રહેવું સૌથી વધુ સુરક્ષિત છે.

READ ALSO

Related posts

કાશ્મીરમાં કોરોના વાયરસથી બીજું મોત, સરવાર દરમ્યાન શખ્સે તોડ્યો દમ

Karan

કોરોના પોઝીટીવ મળ્યો BSF ઓફિસર, 50 જવાનોને કરવામાં આવ્યા કોરોન્ટાઈન

Karan

દેશમાં 15 માર્ચ બાદ કોરોના વાયરસે પકડી રફ્તાર, 13 દિવસમાં જ સામે આવ્યા 900થી વધારે કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!