GSTV
Ahmedabad Trending ગુજરાત

રિમાન્ડ હોમમાં થયેલ સગીર આરોપીના મોતનો મામલો ગરમાયો, પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવા આપી ખાતરી

અમદાવાદના ખાનપુરના બાળ રિમાન્ડ હોમમાં રખાયેલા સગીર આરોપીનું કસ્ટડી દરમિયાન મોત નિપજતા મામલો ગરમાયો છે. પરિવારજનો અને સમાજના લોકોએ લાશ ન સ્વીકારવાની મક્કમતા દર્શાવતા ઉચ્ચ અધિકારીઓએ મધ્યસ્થતા કરીને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની બાંહેધરી આપતા આખરે પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો.

અમદાવાદના સાબરમતીમાં પાંચ દિવસ પહેલા 10.95 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પકડાયેલા ચાર આરોપી પૈકી એક સગીર આરોપીનું રિમાન્ડ હોમમાં મોત થયું. સ્વજનોએ જવાબદાર પોલીસકર્મી સામે આક્ષેપ કર્યો અને યોગ્ય તપાસ કરવા માંગ કરી. મૃતક સગીરના પરિવારજનોએ મંગળવારે સવારે મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં પોલીસે આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપતા સ્વજનોએ સગીરનો મૃતદેહ સ્વીકારી લીધો હતો.

સાબરતી પોલીસ દ્વારા પકડાયેલા સગીર આરોપીને એટલો માર માર્યો હતો કે તે ખાઈ પી શકતો ન હતો. જોકે પીએમના પ્રાથમિક રિપોર્ટમાં ઈજાના કોઇ નિશાન જણાયા નથી. હવે એફએસએલને રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જણાશે. તો ડોક્ટરોનું માનવું છે કે જો કોઇ ઇજા ન હોય તો માથામાં હેમરેજ કે કોઇ ઇજાને કારણે આ મોત થયું હોઇ શકે પણ હાલ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ નક્કી થશે. બીજી તરફ સમાજના આગેવાનોએ પણ કહ્યું કે હાલ ગુજરાતની પરિસ્થિતી પ્રમાણે વાતાવરણ તંગ ન બને તે માટે લાશ સ્વીકારાઇ છે..પણ આગામી દિવસમાં પોલીસ દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ કાર્યવાહી નહિ થાય તો ફરી ન્યાયની માંગ કરાશે. હાલ તો પોલીસ અને ડોક્ટર્સ પીએમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. આગામી સમયમાં જે પણ રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે તે વાત પોલીસ સાચી ઠેરવશે કે કેમ તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu
GSTV