GSTV
Home » News » ગાંધીનગર : ‘હું આત્મહત્યા કરું છું ’ આટલું કહી આ રાજકારણીના પુત્રએ કેનાલમાં જંપ લાવ્યું, આજે મળ્યો મૃતદેહ

ગાંધીનગર : ‘હું આત્મહત્યા કરું છું ’ આટલું કહી આ રાજકારણીના પુત્રએ કેનાલમાં જંપ લાવ્યું, આજે મળ્યો મૃતદેહ

ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનીના પુત્રનો જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. 23 વર્ષના જયરાજે પોતાના પિતરાઈ ભાઈને હું આત્મહત્યા કરવા જઉં છું તેવો છેલ્લો મેસેજ આપ્યો હતો. તેના બાદ તેણે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.

જયરાજસિંહ બિહોલા સોમવારે રાત્રે 9 કલાકે તેના ઘરમાંથી અચાનક નીકળી ગયો હતો. ઘરથી નીકળતા સમયે છેલ્લીવાર તેણે પોતાના પિતરાઈ ભાઈ સાથે ફોન પર વાત કરી હતી. તેના બાદ જયરાજનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જે બાદ આખો પરિવાર તથા પોલીસ કેનાલ પાસે પહોંચ્યા હતા, જ્યાં જયરાજનુ બાઈક અને ચંપલ મળી આવ્યા હતા.

જયરાજને શોધવા માટે નભોઈથી લઈને છેક જાસપુર સુધીની કેનાલ ફંફોસી નાંખવામાં આવી હતી. ત્યારે આજે સવારે જાશપુર નર્મદા સાઈફન પાસે જયરાજનો મૃતદેહ મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયરાજે લખેલી ચિઠ્ઠીમાં પોતે આત્મહત્યા કરી રહી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. તેણે અંગત કારણોસર આત્મહત્યા કરી હોવાની વાત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે.

READ ALSO

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!