પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા નાનુભાઇનો મૃતદેહ આજે ઉનાના પહોંચ્યો

પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા નાનુભાઇનો મૃતદેહ આજે ઉનાના કાજરડી ગામે લાવવામાં આવ્યો હતો. ત્યારે પરિવારે હૈયા ફાટ રુદન કર્યું હતું. પરિવારને આશા હતી કે વહેલા મોડા પાકિસ્તાન કબજામાંથી છૂટીને ઘરે આવશે પણ પરિવારની આશા ઠગારી નીવડી હતી. અને આજે નાનુભાઇની લાશ આવતા પરિવાર શોકમાં ઘરકાવ થઇ ગયો હતો. સાથો સાથ ગ્રામજનોમાં પણ શોકનો માહોલ દેખાઇ આવતો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter