GSTV
Home » News » અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ આવવામાં આવ્યો

અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ આવવામાં આવ્યો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય લઈ જવામાં આવ્યો છે. જ્યાં  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યૉ. ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જેટલીના નિધનના કારણે ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો. અંતિમ દર્શન બાદ અરૂણ જેટલીની અંતિમ યાત્રા શરૂ થશે અને નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેટલીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જિતેન્દ્રસિંહ સહિતના નેતાઓ જેટલીના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીને શ્રદ્ધાંજલી આપી હતી. અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

READ ALSO

Related posts

મોદી સરકારની બમ્પર જાહેરાત- કેમ્પ લગાવીને 200 જિલ્લામાં લોન અપાશે, સાંસદો બનશે સાક્ષી

Riyaz Parmar

કાશ્મીરી યુવાને બનાવ્યું ખાસ ડ્રોન, સરહદ પારનાં આંતકી કેમ્પોનો મિનિટોમાં કરશે ખાતમો

pratik shah

NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!