GSTV

સુરતમાં પરેશ પટેલ નામના યુવકનો મૃતદેહ દોરીથી બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર

સુરત છેલ્લા થોડા સમયથી ક્રાઈમ સીટી તરીકે ઓળખાવા લાગ્યુ છે દિવસેને દિવસે સતત એક પછી એક ક્રાઈમ સુરતમાં થઈ રહ્યાં છે ત્યારે વધુ એક પરેશ પટેલ નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. અમરોલીના ભરથાના ગામ નજીક આવેલ કેનાલમાં પ્લાસ્ટિકના કોથળામાંથી પરેશની લાશ મળી આવી હતી. અંદાજે 32 વર્ષીય પરેશ પટેલ મૂળ સૌરાષ્ટ્રનો હોવાનું માલૂમ પડ્યુ છે. તેની હત્યા શા કારણે કરવામાં આવી હતી તે બાબતે કોઈ પણ પ્રકારનો ખુલાસો થયો નથી. પરેશ પટેલના શરીર પર ઇજાના અનેક નિશાનની સાથે તેનો મૃતદેહ દોરીથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે પોલિસને જાણકારી મળતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી છે.

READ ALSO

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે પાકિસ્તાનની અવળચંડાઈ, ભારત સાથે દુશ્મની નિભાવવા પોતાના જ દેશના લોકોના જીવ જોખમમાં મુક્યાં

Nilesh Jethva

આયુષ્માન ખુરાનાની આ એક્ટ્રેસને પ્રોડ્યુસરે આપી સેલેરી વધારવાની ઓફર, મુકી ‘સમજોતો’ કરવાની શરત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!