GSTV
Home » News » દિવનાં દરિયાકાંઠે માછીમારનો મૃતદેહ મળી આવ્યો, જેટી પાસેથી લાશ મળતા અનેક તર્ક-વિતર્ક

દિવનાં દરિયાકાંઠે માછીમારનો મૃતદેહ મળી આવ્યો, જેટી પાસેથી લાશ મળતા અનેક તર્ક-વિતર્ક

દીવ બંદરનાં દરિયા માંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી ગઇ. મૃતદેહ ખલાસીનો હોવાની આશંકા કરાઇ રહી છે. અચાનક મળી આવેલ પુરુષનાં મૃતદેહનાં કપાળનાં ભાગે લોહી જામેલું નજરે પડતું હતુ. આ મૃતદેહ દીવની બોટ બંદર ચોક જેટી પર લંગારેલ હતી તેની નીચેથી મળી આવેલ હતો. રાત્રિનાં સમયે દારૂ પીને નશાની હાલતમાં મૃતક જેટી પરથી પડી ગયાની પણ આશંકા વ્યકત કરાઇ રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડ તથા માછીમારની મદદથી મૃતદેહને પાણી માંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો.

મહત્વનું છે કે ઉના-વણાંકબારાથી લઇને ઓખા સુધીનો દરિયા કિનારો પ્રવાસીઓ માટે અનેકવખત જોખમરૂપ સાબિત થયો છે. ત્યારે હવે મૃત ખલાસીનાં પરિવારની ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!