GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર, GUJCET પણ 2019 માર્ચે લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 7 માર્ચ 2019થી બોર્ડની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10ની પહેલી પરીક્ષા 7 માર્ચે પ્રથમ ભાષાની છે. જ્યારે 9 માર્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી, 12 માર્ચે ગણિત, 14 માર્ચે સામાજિક વિજ્ઞાન, 16, 18 અને 19 માર્ચે બીજી ભાષાની પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10થી બપોરે 1.20 સુધીનો રાખવામાં આવ્યો છે.

તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ 7 માર્ચથી શરૂ થશે. 7 માર્ચે ભૌતિક વિજ્ઞાન, 9 માર્ચે રસાયણ વિજ્ઞાન, 11 માર્ચે જીવ વિજ્ઞાન, 12 માર્ચે પ્રથમ ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે 14 માર્ચે ગણિત અને 16 માર્ચે અંગ્રેજીની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજે 6.30 સુધીનો રાખવામાં આવ્યો છે.

ગુજકેટ પરીક્ષા માટે જાહેર થયો આ કાર્યક્રમ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનીયરીંગ, ડીગ્રી-ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરી છે. ત્યારે આ વખતે ગુજકેટની પરીક્ષા 30મી માર્ચ 2019ના દિવસે યોજાશે. 30 માર્ચ 2019 શનિવારે સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

ગુજકેટ માટે બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર માટે 40 ગુણના પ્રશ્નો માટે 120 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતના 40 ગુણના પ્રશ્નો માટે 60-60 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના 40-40 ગુણના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે જે માટેની ઓએમઆર આન્સર શીટ પણ અલગ આપવામાં આવશે.

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

ભારતીય સેનાએ તેમના અધિકારીઓને આપ્યો આદેશ, ફોનમાંથી ડિલીટ કરે ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિતની 89 આ એપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!