GSTV
Home » News » ગુજરાતનાં આ સાંસદોને BJPએ રીપીટ કર્યા છે,જાણો શા માટે?

ગુજરાતનાં આ સાંસદોને BJPએ રીપીટ કર્યા છે,જાણો શા માટે?

દાહોદ,નવસારી તેમજ અમરેલી સહિત કુલ 15 લોકસભા બેઠકો પર ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભાજપ નેતાગીરીએ બધાને આંચકો આપતા રીપીટ થિયરી અપનાવી છે. માત્ર સુરેન્દ્રનગર સીટ પર નવા નિશાળીયાને તક આપવામાં આવી છે. જેમ-જેમ ચૂંટણીનો વંટોળ તેજ થઇ રહ્યો છે. તેમ રાજકારણીઓ પણ પ્રજાનાં પગ ધોતા થઇ ગયાં છે.

દાહોદ બેઠક અનુસુચિત જનજાતી માટે અનામત છે. 2014માં આ બેઠક પર ભાજપે જસવંતસિંહ ભાભોરને મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે કોંગ્રેસનાં સીટીંગ સાંસદ પ્રભાબહેન તાવિયાડને હરાવીને ચૂંટણી જીત્યા હતાં. જસવંતસિંહ ભાભોર વર્તમાનમાં મોદી સરકારામાં આદિજાતી વિભાગનાં પ્રધાન છે. જસવંસિંહ ભાભોર ધારાસભ્ય રહિ ચુક્યા છે. તેમજ ગુજરાત રાજ્ય સરકારમાં પણ મંત્રી પદે સેવા આપી ચુક્યા છે. 2014માં કોંગ્રેસનાં પ્રભા તાવિયાડ સામે જસવંતસિંહ સવા બે લાખ કરતા વધારે મતોની સરસાઇ થી જીત્યા હતાં.

નવસારી બેઠક પર ભાજપે વર્તમાન સંસદસભ્ય સીઆર પાટીલને રીપીટ કર્યા છે. 2014ની ચૂંટણીમાં સીઆર પાટીલે કોંગ્રેસનાં મકસુદ મિર્ઝાને હાર આપી હતી. કોંગ્રેસનાં ઉમેદવારને 14 ટકા મતો મળ્યા હતા. જ્યારે સીઆર પાટીલને 46 ટકા કરતા વધારે મતો મળ્યાં હતાં. આ સીટ પર અગાઉ પણ 2009ની ચૂંટણીમાં સીઆર પાટીલ વિજેતા થયા હતાં. તાજેતરમાં સુરત ખાતે પીએમ મોદીનાં યુથ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સરસ આયોજનનો શ્રેય સીઆર પાટીલને મળ્યો હતો.

વલસાડ સીટ પર કેસી પટેલનાં નામ પર ફરી મંજૂરીની મહોર મારવામા આવી છે.  ST માટે અનામત વલસાડ બેઠક પર ડો. કેસી પટેલે અગાઉ 2014માં પણ જીત નોંધાવી હતી. 2014માં કેસી પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલને 6 લાખ કરતા વધારે મતો મેળવીને મ્હાત આપી હતી.વ્યવસાયે ખેતી કરતા કેસી પટેલ વલસાડ જીલ્લાનાં પારડી તાલુકાનાં પરીયા ગામમાં રહે છે.

ભરૂચ બેઠક પણ એસટી અનામત સીટ છે. આ સીટ પર વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરાયા છે. મનસુખ વસાવા કેન્દ્ર સરકારમાં આદિડાતી પ્રધાન રહિ ચુક્યા છે. પોતાનાં તુમાખી સ્વભાવને કારણે અનેક વખત વિવાદમાં સપડાયેલા મનસુખ વસાવા ટ્રાયબલ બેલ્ટ ગણાતા ભરૂચ વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. જો કે આ વખતે ભરૂચ સીટ પર વસાવા V/s વસાવાનો જંગ જામે તેવી ભરપૂર શક્યતા છે. આ બેઠક પર 1989થી ભાજપનો કબ્જો છે.  2014ની ચૂંટણીમાં મનસુખ વસાવા આ બેઠક પર કોંગ્રેસનાં જયેશ પટેલ સામે દોઢ લાખ કરતા વધુ મતોથી જીત્યા હતાં.

ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરાયા છે. 2014માં દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પ્રધાન દિનશા પટેલને હાર આપીને વિજય મેળવ્યો હતો. ગત ચૂંટણીમાં દેવુસિંહ સવા બે લાખ કરતા વધારે મતોથી જીત્યા હતાં. ખેડા બેઠક પર 15 લાખ કરતાં વધારે મતદારોની સંખ્યા છે.

અમરેલી સીટ પર વિવાદીત નેતા અને વર્તમાન સાંસદ નારણ કાછડીયાને રિપીટ કરાયા છે. નારણ કાછડીયા વિરૂદ્ધ ભાજપમાં જ વિરોધનાં સુર ઉઠ્યા હતાં. જો કે નારણ કાછડીયા વિરૂદ્ધનાં વાતાવરણને જોતા એવું લાગતું હતું હતું કે  નારણ કાછડીયાનું પત્તુ કપાય શકે છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં સૂપડા સાફ થઇ ગયા છે. અમરેલી જિલ્લામાં એક પણ બેઠક ભાજપ પાસે નથી. આગામી લોકસભા ચૂંટણીમાં શું થશે તે સમય બતાવશે.

આજે ભાજપે જાહેર કરેલી 15 સીટોમાંથી માત્ર સુરેન્દ્રનગર સીટ પર નવા ચહેરાને તક મળી છે. આ સીટ પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દેવજી ફતેપરા સાંસદ તરીકે હતાં. જો કે આ વખતે દેવજી ફતેપુરાનું પત્તુ કાપી નાંખવામાં આવ્યું છે.  નવા જાહેર કરેલા ઉમેદવાર મહેન્દ્ર મુજપરા એકદમ નવા નિશાળીયા છે. તેમજ મહેન્દ્ર મુંજપરાનાં નામની જાહેરાત થયા બાદ સાઇડલાઇન સાંસદ દેવજી ફતેપરાએ રોષ ઠાલવ્યો છે. તેમજ આવતી કાલે પોતાનાં સમાજની બેઠક બોલાવીને આગળની રણનિતી અગેં વિચાર કરાશે, તેમ જણાંવ્યું હતું.

READ ALSO 

Related posts

‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

Mayur

કાશ્મીરની સ્થિતિ અંગે યુએનના મહાસચિવને ભ્રમિત કરવા ગયેલા મહેમૂદ કુરૈશની બાઝી મોદીના કારણે ઉલટી પડી ગઈ

Mayur

સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ સર્જ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!