GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ભાજપ ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ, ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે

નવી દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતીની બેઠક ચાલી રહિ છે. લોકસભા ચૂંટણી પહેલા સત્તાપક્ષ ભાજપે કવાયત તેજ કરી છે. જો કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતનાં અડાલજથી વિધીવત રીતે ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફુક્યું હતું. જો કે તે પહેલા જ પીએમ મોદી પણ રોજ નવા રાજ્યોનો પ્રવાસ કરીને અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે એકલા હાથે લડવાનું રાજકિય નાટક કરતો ભાજપ સત્તામાં વાપસી કરશે કે પછી રાહુલ-પ્રિયંકાનો જાદુ ચાલશે.

દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ છે. જેમાં  લોકસભાની કેટલીક બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ અપાઇ તેવી સંભાવના છે. બેઠક બાદ આશરે 100 જેટલી બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર થઇ શકે છે. બેઠકની આગેવાની પીએમ મોદી કરી રહ્યા છે.

આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ સહિત ભાજપનાં ઘણા નેતાઓ હાજર રહ્યા હતાં આ ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવત સહિત અન્ય નેતાઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પહેલા ભાજપ મુખ્યાલયે પહોંચેલા પીએમ મોદીનું ભાજપ અધ્યક્ષ અમિત શાહે સ્વાગત કર્યુ હતુ.

READ ALSO

Related posts

કર્ણાટકે આ 5 રાજ્યોના પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ : ટ્રેન, ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહનોથી પણ નહીં જઈ શકાય

Karan

અમદાવાદમાં કોરોનાનું હોટસ્પોટ બદલાયું, હવે બાપુનગર, સરસપુર, નરોડા અને અમરાઈવાડીનો વારો

Harshad Patel

ચીનને રોકવા ભારત અને અમેરિકા સાથે આવે, આ 7 દેશોને સોડમાં લઈ રહ્યું છે નાપાક ચીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!