GSTV
Home » News » MPમાં ભાજપના મુખ્યમંત્રીના સગા સાળાએ કહ્યું રાજ્યમાં કોંગ્રેસની જરૂરત છે, છોડ્યું ભાજપ

MPમાં ભાજપના મુખ્યમંત્રીના સગા સાળાએ કહ્યું રાજ્યમાં કોંગ્રેસની જરૂરત છે, છોડ્યું ભાજપ

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને આંચકો લાગ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાનના સગા સાળા સંજયસિંહે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડવાનું મુનાસિબ માન્યું છે. સંજય સિંહ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. સંજય સિંહને ભાજપમાંથી ટિકિટ નહીં મળવાને કારણે તેઓ નારાજ હોવાનું કહેવામાં આવે છે.

કોંગ્રેસનો હાથ પકડતાની સાથે જ સંજયસિંહે પાર્ટીના પ્રદેશ પ્રમુખ કમલનાથના મોં ફાટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશને શિવરાજસિંહ ચૌહાનની નહીં.પણ કમલનાથની જરૂરત છે. મધ્યપ્રદેશ કમલનાથના નામથી ઓળખાશે. સંજય સિંહે બનેલી શિવરાજસિંહ ચૌહાન પર નિશાન સાધતા કહ્યું છે કે હવે મધ્યપ્રદેશને કમલનાથની જરૂર નથી.

Related posts

હોસ્પિટલમાં દાળ-ભાત ખાતા જોવા મળ્યા લાલૂ પ્રસાદ, તસવીર બની ગઈ વાયરલ

NIsha Patel

1 ડિસેમ્બરથી અમલી બનશે ફાસ્ટટેગ, નહીં તો ભરવો પડશે બે ગણો ટોલટેક્સ

Arohi

મામા-ભાણિયા વિખવાદ: ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!