GSTV
Home » News » ભાજપે લીધો બંન્ને હાથમા લાડવો, પાટીદારો સાથે આ રીતે OBC વોટબેંક પર કરી લીધી ફેવરમાં

ભાજપે લીધો બંન્ને હાથમા લાડવો, પાટીદારો સાથે આ રીતે OBC વોટબેંક પર કરી લીધી ફેવરમાં

bjp gujarat

ભાજપે ચૂંટણી જીતવા પાટીદાર મતદારો પર દારોમદાર ન રાખતા ઓબીસી વોટબેંક પર પણ નજર ઠેરવી છે. કઈ બેઠકો પર ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે તેના પર નજર કરીએ.

કુંવરજી બાવળિયાના પ્રવેશથી સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર બેઠક પર સીધો જ ફાયદો પહોંચી શકે છે. તો જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં આહિરોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. એ ઉપરાંત રાજકોટ અને કચ્છમાં પણ તેમની નોંધપાત્ર સંખ્યા છે. જામનગરમાં પુનમબેન માડમ ભાજપમાં છે. હવે જવાહર ચાવડા જોડાયા પછી અન્ય જિલ્લાઓમાં પણ ભાજપે આહિર મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો છે.

ધારવિયા-સાબરિયાને કારણે જામનગર-સુરેન્દ્રનગરમાં ફાયદો લેવાની ગણતરી મૂકાઇ છે. વલ્લભ ધારવિયા સથવારા સમાજના નેતા છે અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જામનગર શહેર અને ગ્રામ્ય ઉપરાંત મોરબી, પડધરી, ટંકારા વિસ્તારમાં પણ સથવારા સમાજ નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. ધારવિયા ભાજપમાં જોડાતાં આ નવી વોટબેન્ક પણ ભાજપ હવે અંકે કરી શકે છે. પરસોતમ સાબરિયા કોળી સમાજના અગ્રણી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પ્રભાવશાળી છે, સુરેન્દ્રનગરમાં ભાજપ માટે અહીં મુશ્કેલ સ્થિતિ છે. આથી સાબરિયાને પ્રવેશ આપીને ભાજપે નબળી વોટ બેન્ક મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપની ઓળખ પરંપરાગત રીતે પાટીદાર વોટબેન્ક આધારિત ગણાય છે. ભાજપના ઉદય અને વિકાસ પાછળ પાટીદારોનું અડીખમ સમર્થન કારણભૂત રહ્યું છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી પક્ષ અને તેનાં સમર્થકો વચ્ચે અંતર ઊભું થતું જોવા મળે છે. ખાસ કરી પાટીદાર અનામત આંદોલન પછી બંને પક્ષે અરસપરસ અંતર વધ્યું છે. એટલે જ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પ્રભાવક બેઠકો પર ભાજપે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી પોતાની મૂળ વોટબેન્ક પરત મેળવવાના પ્રયાસોની સમાંતરે ભાજપે નવી ઓબીસી વોટબેન્ક ઊભી કરવાનો વ્યુહ અપનાવ્યો છે. અમરેલીથી હનુભાને ભાજપમાં સમાવાયા છે. હજુ પણ આગામી દિવસોમાં અમરેલી, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કેટલાંક પાટીદાર અને ઓબીસી નેતાઓ ભાજપમાં જોડાય તો નવાઈ નહિં.

READ ALSO

Related posts

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સંસ્કૃત ભાષામાં ગ્રહણ કર્યા શપથ

Bansari

VIDEO : ઇસરોના ચંદ્રયાન-2 ના રોકેટની આબેહુબ રંગોળી સુરતમાં કરવામાં આવી તૈયાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!