જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર કાંટે કી ટક્કર છે ત્યારે તમામ બેઠકો કબ્જે કરવા ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રદેશ પ્રમુખે જૂનાગઢ જિલ્લાની ઓચીંતી મુલાકાત લેવી પડી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા આજે સવારે સુરતથી ખાસ પ્લેન મારફત કેશોદ એરપોર્ટ ખાતે દોડી આવવાની ફરજ પડી હતી. જયાં એરપોર્ટ ખાતે જ જૂનાગઢ જિલ્લાની પાંચે-પાંચ બેઠકોનાં આગેવાનો અને કાર્યકરોનો કલાસ લેવો પડયો હતો. આ ઉપરાંત ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ પણ આજે જૂનાગઢની મુલાકાતે દોડી આવ્યા હતા. જૂનાગઢમાં બેઠકનો દોર કરી ખાનગી હોટલ ખાતે ભાજપનાં હોદ્દેદારોનો કલાસ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકરો અને આગેવાનોને શીખ આપતા કહ્યું હતું કે, પ્રચાર દરમ્યાન મતદારોની ૮પ ટકા વાત સાંભળવી જોઈએ, તેનાં બદલે ભાજપનાં આગેવાનો અને કાર્યકરો પોતાની ૯પ ટકા વાત કરે છે.

જૂનાગઢ જિલ્લાની કેશોદ, માંગરોળ, માણાવદર, વિસાવદર અને જૂનાગઢ બેઠક પર અનેક સમીકરણોને લઈ કોઈપણ પક્ષ માટે બેઠકો જીતવી સહેલી નથી. જેથી દરેક રાજકીય પક્ષોમાં ભારે દોડધામ થઈ રહી છે. ભાજપની ટોચની નેતાગીરી આ હકિકતાથી વાકેફ છે. જેથી જૂનાગઢ જિલ્લાની બેઠકો કબ્જે કરવા ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસનાં ભાગરૃપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે સવારે સુરતાથી ખાસ પ્લેન મારફત કેશોદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. જયાં જૂનાગઢ જિલ્લાની પાંચે-પાંચ બેઠકનાં જવાબદાર હોદ્દેદારો, પ્રભારીઓ, જીલ્લાનાં પ્રમુખ, મહામંત્રીની સાથે બેઠક કરી હતી. એક-એક વિધાનસભા વાઇઝ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
પ્રદેશ પ્રમુખે જિલ્લાની દરેક બેઠક પર હાલમાં શું સ્થિતિ છે ? ભાજપનાં કોઈ હોદ્દેદારો કે આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિ કરી રહ્યા છે કે કેમ ? બેઠક જીતવા માટે શું કરવું પડે તેમ છે ? આવા અનેક મહત્વનાં મુદ્દાઓને લઈ જવાબદારો સાથે તલસ્પર્શી ચર્ચાઓ કરી છે. એકાદ કલાક જેટલો સમય બેઠકોનો દોર કરી પરત રવાના થઈ ગયા હતા. પ્રદેશ પ્રમુખે મેળવેલી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર પર ભાજપને સહેલાઈથી બેઠકો મેળવવી મુશ્કેલ હોવાનું પણ ચર્ચાયું હતું. દરેક બેઠક કોઈપણ પ્રકારે જીતવા માટે જવાબદારોને આકરી ટકોર પણ કરી હતી.

બીજી તરફ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે જૂનાગઢ આવ્યા હતા. પરંતુ જૂનાગઢમાં કોઈ જનસભાનું આયોજન ન હતું. માત્ર અમુક આગેવાનો સાથે બેઠક કરી હતી અને જૂનાગઢ જિલ્લાની તમામ બેઠકો પરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને આગેવાનો અને કાર્યકરોને પ્રચાર કરવા માટેની નવી શીખ આપી હતી. ખાનગી હોટલ ખાતે ભાજપનાં આગેવાનોની બેઠક દરમ્યના જણાવ્યું હતું કે, ભાજપનાં કાર્યકરો અને આગેવાનો ચૂંટણી પ્રચારમાં જાય ત્યારે દરવાજા ધીરે ખટખટાવવા, મતદારોની સાથે પ્રચારની વાતચીત દરમ્યાન કાર્યકરો અને આગેવાનો મતદારની વાત સાંભળવાને બદલે પોતાની ૯પ ટકા વાતો કરે છે અને માત્ર પાંચ ટકા જ મતદારની વાત સાંભળે છે. હકિકતે મતદારની ૮પ ટકા વાત સાંભળવી જોઈએ અને ભાજપનાં આગેવાનો અને કાર્યકરોએ ૧પ ટકા આપણી વાત મતદારને કરવી જોઈએ તેવી શીખ આપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પ્રચાર કરવા માટેનાં અનેક રસ્તાઓ બતાવ્યા હતા.
READ ALSO
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર