GSTV
Home » News » ‘જે ભાજપની રેલીમાં ન આવે તે દેશદ્રોહી’ આવું કહેનારા ભાજપના સાંસદ પોતે જ ન આવ્યા

‘જે ભાજપની રેલીમાં ન આવે તે દેશદ્રોહી’ આવું કહેનારા ભાજપના સાંસદ પોતે જ ન આવ્યા

Giriraj Singh

ભાજપના સાંસદ. નામ ગિરીરાજ સિંહ. જે કેન્દ્રિય મંત્રી છે. તેઓ પોતાના જ આપેલા સ્ટેટમેન્ટથી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. કોઈ પણ વખત તેઓ બોલવામાં સંયમ નથી રાખતા. તેમના બોલવાના ઉત્પાતને કારણે તેમના પર એવો ખેલ ખેલાઈ ગયો છે કે હવે કોઈ જગ્યાએ બોલતા પહેલા પણ 100 વખત વિચાર કરશે.

3 માર્ચે એટલે કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની રાજધાની પટણામાં સંકલ્પ રેલી હતી. ગિરિરાજ પણ બિહારથી જ છે. જેમાં નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર દસ વર્ષ બાદ સ્ટેજ પર એકસાથે આવ્યા હતા.

વાત ગિરીરાજ સિંહની તો તેઓ નવાદ સીટથી ભાજપ પાર્ટીના સાંસદ છે. તેમણે કહેલું કે જે મોદીની રેલીમાં નહીં આવે તે દેશદ્રોહી છે, 3 માર્ચે આ રેલીમાં ખ્યાલ આવી જશે કે કોણ કોણ પાકિસ્તાનની સાથે છે. એટલે કે, ગિરીરાજજીના કહેવા પ્રમાણે ભારતમાં બે પ્રકારના લોકો હોવા જોઈએ. કાં તો બીજેપીને સપોર્ટ કરનારા અથવા તો દેશદ્રોહી.

પણ હવે કોમેડી શો શરૂ થાય છે. બીજા લોકોને દેશદ્રોહીની કસોટી પર લાવનારા ગિરીરાજજી પોતે જ ફસાઈ ગયા. પોતાની થીયરી પોતાના પર જ એપ્લાઈ થઈ ગઈ. થયું એવું કે બધા આવ્યા માત્ર નિવેદન આપનારા ગિરિરાજસિંહ જ ન આવ્યા. જેની તેમણે આ ટ્વીટ થકી સ્પષ્ટતા પણ કરી.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!