ભાજપના નેતાની ત્રણ ગોળીઓ મારી કરાઈ હત્યા, ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત

બિહારના હાજીપુરમાં અજ્ઞાત બદમાશો દ્વારા મગધ હોસ્પિટલના માલિક ગોપાલ ખેમકાના પુત્ર અને ભાજપના નેતા ગુંજન ખેમકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં ગુંજન ખેમકાની કારનો ડ્રાઈવર પર ઈજાગ્રસ્ત થયો છે. ગુંજન ખેમકાની હાજીપુરના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ફેક્ટરી આવેલી છે.

બિહાર પ્રદેશ ભાજપના વ્યાવસાયિક પ્રકોષ્ઠના સંયોજક હતા

આ ફેક્ટરીની બહાર જ ગુંજન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમને ત્રણ ગોળી મારવામાં આવી હતી. જેના કારણે ઘટનાસ્થળે જ ગુંજન ખેમકાનું મોત નીપજ્યું હતું. મૃતક ગુંજન ખેમકા બિહાર પ્રદેશ ભાજપના વ્યાવસાયિક પ્રકોષ્ઠના સંયોજક પણ હતા. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter