GSTV
Gujarat Government Advertisement

દિલ્હીની ચૂંટણીમાં બેફામ વાણી વિલાસ ચરમસીમાએ, ભાજપના નેતાએ શાહીન બાગના વિરોધની તુલના ઈસ્લામિક સ્ટેટ સાથે કરી

Last Updated on January 30, 2020 by Mayur

જેમ-જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના બેફામ વાણીવિલાસમાં વધારો થઇ રહ્યો છે. ભાજપના નેતાઓ શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આ જ કડીમાં વધુ એક નામ ઉમેરાયું છે ભાજપના રાષ્ટ્રીય સચિવ તરૂણ ચુઘનું. તરુણ ચુઘે શાહીન બાગની સરખામણી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે કરતા વિવાદ સર્જાયો છે. એટલું જ નહિં તરૂણ ચુઘે ભાજપના નેતા અનુરાગ ઠાકુરના એ નિવેદનનું પણ સમર્થન કર્યું છે કે જેને લઇને ચૂંટણી પંચે અનુરાગ ઠાકુર સામે કાર્યવાહી કરી છે.

તરૂણ ચુઘે ટ્વીટ કરી જણાવ્યું કે અમે દિલ્હીને સિરિયા નહીં બનવા દઇએ. અને તેમને આઇએસઆઇએસના મોડ્યુલની જેમ કામ નહીં કરવા દઇએ કે જ્યાં મહિલાઓ અને બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ મુખ્ય રસ્તાઓને બ્લોક કરી દિલ્હીના લોકોમાં ડર ઉભો કરવા માંગે છે પરંતુ અમે તેમ નહી કરવા દઇએ. આ ઉપરાંત તરૂણ ચુઘે શાહીન બાગને શૈતાન બાગની ઉપમા આપી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!