બાવળિયાના વધતા કદનો લાભ લેવા ભાજપ આ રણનીતિ ઘડી રહ્યું છે

Kunvarjibhai Bavaliya statement

ગાંધીનગરમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે. જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત બાદ ભાજપમાં તેમનું કદ વધ્યું છે. ત્યારે બાવળિયાના વધતા કદનો લાભ મળે અને આગામી ચૂંટણીમાં કોળી સમાજના વધુ મત ભાજપ મળે તે માટે ભાજપે કવાયત શરૂ કરી છે.

બેઠકમાં કોળી સમાજના પડતર પ્રશ્નો મુદે પણ ચર્ચા થઈ છે. સાથે જ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા અંગે પણ ચર્ચા કરાઈ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી કોળી મતો માટે પરસોત્તમ સોલંકીને સાથે રાખતુ આવ્યું છે. પરંતુ પરસોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાજનીતિમાં સક્રીય નથી. એટલે ભાજપે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી પ્રધાનપદુ આપી દીધું હતુ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter