GSTV
ANDAR NI VAT India News Trending

40 ટકા કટકી કૌભાંડમાં કર્ણાટકની ભાજપ સરકારને લાગ્યું કલંક

મંત્રી

40 ટકા કટકી કૌભાંડમાં કર્ણાટકના મંત્રી કે. એસ. ઈશ્વરપ્પાને રાજીનામુ આપવું પડ્યું છે. કર્ણાટકની ભાજપ સરકારને આ ઘટનાથી કલંક લાગ્યું છે. જો મંત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે.

સંતોષ નામના એક કોન્ટ્રાકટરના ચાર કરોડ રૂપિયા રાજ્ય સરકારમાં ફસાયેલા હતા. આ બિલ મંજૂર કરવા માટે મંત્રી કે. એસ. ઈશ્વરપ્પાએ 40 ટકાની લાંચ માગતા કોન્ટ્રાક્ટર સંતોષના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેણે આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ન તો ઈશ્વરપ્પા રાજીનામુ આપવા માગતા હતા, ન મુખ્યમંત્રી બોમ્મઈ રાજીનામુ લેવા માગતા હતા. મીડિયામાં આ ઘટનાએ હોબાળો મચાવતા ભાજપ હાઈકમાન્ડનો આદેશ છૂટ્યો કે રાજ્ય સરકારની છબિ બચાવવા મંત્રીનું રાજીનામુ લેવુ જરૂરી છે. હાઇકમાન્ડના આદેશને પગલે મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે, કિન્તુ શું વાત એટલેથી જ અટકી જશે કે કેમ તે પ્રશ્ન છે.

સિવિલ કોન્ટ્રાકટરના આપઘાતના કેસમાં મંત્રી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થશે કે પછી માત્ર રાજીનામાથી સંતોષ માની લેવામાં આવશે? તે આગામી દિવસોમાં જાણવા મળશે. થોડા સમય પહેલાં હિજાબ વિવાદ મામલે આખા દેશનું ધ્યાન ખેંચનારું કર્ણાટક હાલ ભ્રષ્ટાચારને લઈને મીડિયામાં ગાજી રહ્યું છે.

Read Also

Related posts

નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા

Hardik Hingu

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu
GSTV