GSTV
Home » News » જીતનો દુકાળ : વર્ષોથી ગુજરાત પર શાસન કરતી ભાજપ સરકાર 15 વર્ષથી નથી જીતી શકી આ બેઠક

જીતનો દુકાળ : વર્ષોથી ગુજરાત પર શાસન કરતી ભાજપ સરકાર 15 વર્ષથી નથી જીતી શકી આ બેઠક

મહિસાગર જિલ્લાની મહત્વપૂર્ણ બેઠક લુણાવાડા. 2017માં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો અપક્ષ ઉમેદવાર સામે હાફી ગયા. આ વખતે અહીં પણ ત્રિપાંખીયો જંગ છે. કેમકે એનસીપી પર ચૂંટણી મેદાનમાં છે. લુણાવાડા એક એવી બેઠક છે જ્યાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને અપક્ષ ઉમેદવારે હંફાવ્યાં.

હવે પેટા ચૂંટણીમાં લુણાવાડામાં પણ ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ-કોંગ્રેસ બંને પ્રજાના અસંતોષના કારણે આ બેઠક પર 2017માં હારનો સ્વાદ ચાખ્યો હતો. એક નજર કરીએ લુણાવાડા વિધાનસભા બેઠકની કુંડળી અને ઇતિહાસ પર.

2017માં રતનસિંહ રાઠોડને કોંગ્રેસમાંથી ટીકિટ ન મળી. તો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી બંને મુખ્ય પક્ષને હંફાવ્યાં. હવે પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી તો નથી પરંતુ એનસીપીએ ઝંપલાવતા અહીં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે. અંતિમ વખત તો અપક્ષે બંને પક્ષની બાજી બગાડી.

આ વખતે કોંગ્રેસ ફરીથી આ બેઠક પર કબ્જો મેળવવા અને ભાજપ 15 વર્ષ બાદ આ બેઠક જીતનો સ્વાદ ચાખવા માટે એડિચોટીનું જોર લગાવશે. એનસીપીના ઉમેદવાર ભરત પટેલ કોની બાજી બગાડશે અને કોની બનાવશે. જે જોવું પણ રસપ્રદ રહેશે. કેમકે પાટીદારોના મત આ બેઠક પર હાર જીત માટે મોટી ફેક્ટર બની રહેશે.

READ ALSO

Related posts

ભાવનગર અને ધોરાજીમાં નકલી નોટનું કૌભાંડ, મુદ્દામાલ સહિત પોલીસે ત્રણ શખ્સોને ઝડપ્યા

Bansari

‘અમને NDAમાંથી બહાર કાઢનારા તમે કોણ?’ શિવસેનાના ભાજપ પર સણસણતા ચાબખા

Bansari

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ, પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિત આ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!