GSTV

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

વિધાનસભાગૃહમાં આજે બપોરે પ્રશ્નોત્તરીકાળ પૂરો થયા બાદ બજેટનાં જુદા જુદા ડિપાર્ટમેન્ટની માગણીઓ પરની ચર્ચા ચાલી રહી હતી. જેમાં ભાગ લેતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જોરદાર બેટિંગ કરી હતી. ચાવડાએ સરકારના કહેવાતા ગુજરાત મોડેલની પોલ ખોલી હતી. તેમજ જણાંવ્યું કે સામાન્ય વહીવટ વિભાગએ સરકારનું હૃદય છે. પરંતુ 313ના મહેકમ સામે 65ની જગ્યા ખાલી છે. બીજી બાજુ સરકાર હા મા હા કરનારા આઈએએસ અધિકારીઓને નિવૃત્તિ પછી પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે.

પરંતુ સારી કામગીરી કરનારા અને સરકારની ગુડ બુકમાં ન હોય તેવા અધિકારીઓને નિવૃત્તિ પછી કોઈ જગ્યાએ લેવાતા નથી આમ સાચા અધિકારીઓનું મોરલ ડાઉન થઈ રહ્યું છે. કારણકે ગુજરાતના મુખ્ય સચિવ થી લઈને અનેક નાની મોટી પોસ્ટ પર નિવૃત્ત અધિકારીઓ થી કામ ચલાવવામાં આવે છે.

ગુજરાતના હાલના 5.45 લાખ કર્મચારીઓમાંથી 4 હજાર કર્મચારીઓ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ વાળા છે. 1996 માં ભરતી થઈ ત્યારે સરકારી કર્મચારીઓની સંખ્યા 5.11 લાખની હતી તેમજ ગુજરાતની વસ્તી પણ ત્રણ કરોડની હતી હાલમાં ગુજરાતની વસ્તી ડબલ થઈ ગઈ છે. છતાં કર્મચારીઓની સંખ્યા ડબલ થઇ નથી.

ત્યારબાદ અમિત ચાવડાએ ભાજપની મજાક કરતા જણાંવ્યું કે સરકારી કર્મચારીઓ તો ઠીક છે પરંતુ સરકાર હવે મંત્રીમંડળમાં પણ આઉટસોર્સિંગથી મંત્રીઓ લઈ રહ્યા છે. અનેક લોકો વર્ષોથી મંત્રી પદ માટે રાહ જોતા હોય છે અને એકાએક ફિક્સ પગારના કર્મચારીની જેમ મંત્રી બનાવી દેવામાં આવે છે. તેમનો ઈશારો કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયાબાદ મંત્રી મેળવેલા નેતાઓની સામે હતો.

ચાવડાનું ભાષણ ચાલતું હતું એ સમયે ધારાસભ્યો અને મંત્રીઓ પણ ધીમે ધીમે હસતા હતા. અમિત ચાવડા વધુમાં કહ્યું કે ગુજરાત સરકારમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ લાખો યુવાનોને અન્યાય થઇ રહ્યો છે. સરકાર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવી રહી છે યુવાનો માટે કોઈ જ લાગણી બતાવતી નથી. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ની સામે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સરકારે જે કેસ કર્યો છે તેને તુરત જ પાછો ખેંચી લેવો જોઈએ એવી માગણી પણ કરી હતી.

READ ALSO

Related posts

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!