GSTV
Home » News » ‘શાહી જમાઇ રાજા’ની મુશ્કેલી નક્કી વધશે, હરિયાણાની ભાજપ સરકારે આપ્યા આ સંકેત

‘શાહી જમાઇ રાજા’ની મુશ્કેલી નક્કી વધશે, હરિયાણાની ભાજપ સરકારે આપ્યા આ સંકેત

હરિયાણાની ભાજપ સરકાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારે શિકોહપુરમાં વાડ્રાની સાત કરોડની જમીન મામલે તમામ દસ્તાવેજની તપાસ શરૂ કરી છે. આ મામલે હરિયાણામાં કેબિનેટ પ્રધાન અનીલ વીજે કહ્યુ કે, વાડ્રાએ જમીન ખરીદી મામલે અનિયમિતતા દાખવી છે. જેથી વાડ્રાની કોલોનીનું લાઈસન્સ રદ્દ કરવામાં આવી શકે છે. વાડ્રાએ કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિકોહપુરમાં સાત કરોડની જમીન ખરીદી હતી.  આ જમીન ખરીદીમાં કેટલાક ગોટાળા પણ સામે આવ્યા છે. જેથી  આ મામલે સરકાર તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન હરિયાણા સરકારનાં મંત્રી અનિલ વિજે જણાંવ્યું કે શાહી જમાઇ રાજાએ શિકોહપુરમાં સાત કરોડ રૂપિયામાં સરકાર પાસેથી જમીન ખરીદી હતી. ત્યારબાદ તે જમીનનો હેતૂ ફેર કરીને તેને 58 કરોડ રૂપિયામાં વેંચી નાખી હતી. તે જમીન પણ ડીએલએફ કંપનીને વેંચી નાખી હતી. જો કે જમીન ખરીદી અને તેનાં હેતૂ ફેરની મંજૂરી કાયદેસર થઇ હતી કે કેમ તે તપાસનો વિષય છે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!