GSTV
Home » News » જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

એક અરબપતિ એવી ગર્લફ્રેન્ડની શોધ કરી રહ્યો છે. જે તેની સાથે ચંદ્ર પર જઈ શકે. તેના માટે તેણે કાયદેસરની વેકેન્સી નિકાળી છે. અને છોકરીઓ પાસે એપ્લિકેશન્સ માંગી છે જેથી તેઓ સાચી ગર્લફ્રેન્ડ શોધી શકે અને તેને પોતાની સાથે ચંદ્ર પર લઈ જઈ શકે.

વાસ્તવમાં આ શખ્સનું નામ છે યુસાકા મેજવા જે સ્પેસએક્સ રૉકેટ દ્વારા ગર્લફ્રેન્ડને ચંદ્ર પર લઈ જવા માંગે છે. યુસાકાની ઉંમર 44 વર્ષ છે અને તેઓ 20 વર્ષથી વધારે ઉંમરની ગર્લફ્રેન્ડની શોધ કરી રહ્યા છે. જે તેમની સાથે ચંદ્ર પર જઈ શકે.

તેમણે પોતાની વેબસાઈટ પર લખ્યુ છે- એકલાપણુ અને ખાલીપણું મારી અંદર વધી ગયુ છે. હું એક જ વસ્તુ વિશે વિચારી રહ્યો છું, અને તે છે એક મહિલાને પ્રેમ કરવા વિશે.

તેમણે કહ્યુકે, તેઓ આઉટર સ્પેસથી વર્લ્ડ પીસ માટે અપીલ કરવા માંગે છે. અને એવી ગર્લફ્રેન્ડ ઈચ્છે છે જેને સ્પેસમાં રૂચિ હોય. વિશ્વ શાંતિ ઈચ્છતી હોય અને ચંદ્ર પર જવાની તૈયારીઓમાં ભાગ લઈ શકે.

તમને જણાવી દઈએકે, યુસાકા તેની 27 વર્ષની ગર્લફ્રેન્ડ અયમે ગોરિકીથી પાછલા દિવસોમાં જ અલગ થયા છે અને હવે તેમની નવી ગર્લફ્રેન્ડ શોધવાના સંઘર્ષને ટીવી ઉપર પણ બતાવવામાં આવી રહ્યો છે. આ શોનું નામ ફુલ મુન લવર્સ હશે.

તેઓ માર્ચનાં અંતિમ સુધીમાં પોતાની ગર્લફ્રેન્ડનું નામ ફાઈનલ કરી દેશે. યુસાકાએ પાછલા દિવસોમાં જ ઓનલાઈન ફેશન રિટેલ જોજો ઈંકને સોફ્ટબેંક ગ્રુપને વેચી દીધી હતી.

યુસાકા, એલન માસ્કના સ્પેસએક્સ રોકેટ દ્વારા ચંદ્ર પર જનારા પહેલાં પ્રાઈવેટ પેસેન્જર હશે. યુકાસા આ પહેલાં પણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે પોતાના ટ્વીટર ફોલોઅર્સને 63 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો હતો.

READ ALSO

Related posts

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, ટ્રમ્પની યાત્રા સફળ થવા સાથે કુલ 3 અબજ ડોલરનો કરાર

Mayur

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!