GSTV

પાટીદાર નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટે અાપી સૌથી મોટી રાહત

પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે  કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને 2 વર્ષની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે લાલજી, હાર્દિક અને એકે પટેલને 50 હજારનો દંડ ફટકાર્યો  હતો. અા કેસમાં હાર્દિકે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે હાર્દિકને મોટી રાહત અાપી છે. હાર્દિકે સજા રદ કરવા માગણી કરી હતી. હાલમાં હાઈકોર્ટે સજા પર સ્ટે અાપ્યો છે. હવે અા કેસ હાઇર્કોર્ટમાં ચાલશે. જે ચૂકાદો અાવશે તે અમને હવે માન્ય રહેશે. અમને અા કેસમાં જાણી જોઈને ફસાવવામાં અાવ્યા હોવાનું હાર્દિકે જણાવ્યું છે.

વિસનગર કોર્ટે હાર્દિક અને લાલજી પટેલને દોષિત જાહેર કર્યા હતા. અનામત આંદોલનના કેસનો આ પ્રથમ ચુકાદો હતો. વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વી.પી. અગ્રવાલની કોર્ટે ચુકાદો આપ્યો હતો. કલમ  147 , 148, 149, 427, 435 અંતર્ગત દોષિત ઠેરવ્યા હતા. આ કેસના કુલ 17 આરોપીઓમાંથી  14 આરોપી ઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠેરવ્યા હતા . કાર માલિકને પણ અેક લાખનું વળતર ચૂકવવા અાદેશ કર્યો હતો. અાકેસના ફરિયાદીને 10 હજારનું અને ધારાસભ્ય પટેલની અોફિસમાં તોડફોડ બદલ 40 હજારનું વળતર ચૂકવવા અાદેશ કર્યો હતા. અા કેસમાં હાર્દિકને કોર્ટે રાહત અાપી છે.  હવે અા કેસ હાર્કોર્ટમાં ચાલશે. વિસનગર કોર્ટના ચૂકાદા પર સ્ટેથી હવે હાર્દિકને મોટી રાહત મળી છે.

Related posts

લોકડાઉનમાં ઘરે શક્ય ન બનતાં પતિ પત્નીને કારમાં લઇ પહોંચ્યો એક કોમ્પલેક્સના પાર્કિંગમાં, કઢંગી હાલતમાં હતા અને પોલીસ પહોંચી

Karan

દેશમાં Corona વાયરસના કારણે 50 લોકો મોતને ભેટ્યા, જાણો ક્યાં રાજ્યમાં છે કેટલા કેસ

Ankita Trada

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!