GSTV

T20 World Cup 2021 : આ ભૂતપૂર્વ ક્રિકેટરે કરી વર્લ્ડકપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, આ ટીમોને માને છે પ્રબળ દાવેદાર

Last Updated on October 21, 2021 by Zainul Ansari

આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021 ના સુપર-12 મેચોની શરૂઆત 23 ઓક્ટોબરના રોજ થશે પરંતુ, આ ટુર્નામેન્ટ શરુ થાય તે પહેલા જ સેમીફાઇનાલિસ્ટને લઈને એક ખુબ જ અગત્યની ભવિષ્યવાણી સામે આવી છે. તો ચાલો જાણીએ કે, આ ભવિષ્યવાણીમા એવી કઈ ચાર ટીમો છે કે, જે આઈસીસી ટુર્નામેન્ટ માટે પ્રબળ દાવેદાર માનવામા આવી રહી છે.

બ્રેડ હોગે કરી સૌથી મોટી ભવિષ્યવાણી :

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે હાલ એવો દાવો કર્યો છે કે, ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમા જગ્યા બનાવવામા સફળ રહેશે.

વર્લ્ડકપ

કોણ છે સેમી-ફાઇનલ માટે પ્રબળ દાવેદાર ?

બ્રેડ હોગે દીપ દાસગુપ્તાના યુટ્યુબ શો “ડીપપોઇન્ટ” મા થયેલી વાત દરમિયાન એવું કહ્યુ હતું કે, “સેમી-ફાઇનલ માટે હું જે ટીમોને પ્રબળ દાવેદાર માની રહ્યો છું, તે ટીમ ગ્રુપ-1 ની વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ તથા ગ્રુપ-2 ની ભારત અને પાકિસ્તાન હશે.”

ઓસ્ટ્રેલિયાનું ના આવ્યું નામ :

આ ભવિષ્યવાણીમા સૌથી રસપ્રદ બાબત એ છે કે, તેમા કોઈપણ જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમનુ નામ નથી આવ્યુ જ્યારે બ્રેડ હોગ પોતે ઓસ્ટ્રેલિયાના નિવાસી છે. તેમણે પોતાની આ સેમિફાઇનના દાવેદારોની ભવિષ્યવાણીમા પોતાની દેશની ટીમનુ નામ જ ના લીધુ.

પાકિસ્તાન માટે આવનાર સમય રહી શકે છે મુશ્કેલ :

બ્રેડ હોગનું માનવું એવુ છે કે, પાકિસ્તાને ફાઇનલમા પહોંચવા માટે ભારતની સામે પોતાનો પહેલા મેચ જીતવો પડશે. તેમણે જણાવ્યું કે, ” જો ભારતની સામે પાકિસ્તાન પોતાનો પહેલો મેચ હારે છે તો આગળનો રસ્તો તેમના માટે ખુબ જ મુશ્કેલ રહેશે. આવનાર સમય જ જણાવી શકશે કે, કોણ જીતશે અને કોણ હારશે?

ભારત-પાકિસ્તાન મેચની સૌ કોઈ હોઈ રહ્યા છે રાહ :

ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર હાઈ વોલ્ટેજ મુકાબલો 24 ઓક્ટોબરના રોજ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમા રમવામા આવશે. બધા જ ક્રિકેટજગતના ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે.

Read Also

Related posts

Home Remedies/ તમને પણ થાય છે જમ્યા પછી પેટ ફૂલવાનું સમસ્યા ? અપનાઓ આ ઘરેલુ નુસ્ખા

Damini Patel

કામની વાત / રાશનકાર્ડધારકો માટે આવ્યા ખુશીના સમાચાર, રાશન સાથે આ વસ્તુઓ પણ મળશે મફત

Zainul Ansari

કોર્પોરેશન સંચાલિત 283 ગાર્ડન,બગીચાઓની યોગ્ય જાણવણી કરવાની તાકીદ કરાઈ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!