GSTV

ગુજરાતીઅો અાનંદો, નર્મદા ડેમ મામલે અાવ્યા સૌથી મોટા સમાચાર

Last Updated on September 1, 2018 by Karan

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી 58  હજાર 526 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમની જળ સપાટી 122.06 મીટર પહોંચી છે. ડેમમાં દર કલાકે 3 સેમીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.  અગાઉ ડેમમાં દરવાજા નહોતા લાગયા ત્યારે ડેમ 121.92 મીટરએ ડેમ ઓવરફ્લો થતો હતો. ત્યારે હવે ડેમની જળ  સપાટી 122.06  મીટરે પહોંચી છે. ડેમની જળ સપાટી વધતા ડેમનું કેનાલ હેડ પાવર હાઉસનું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યુ છે. ત્યારે પાણીની માંગ ઘટતાં મુખ્યકેનાલમાં 4888 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાત માટે અા સૌથી મોટા સમાચાર છે. અા વર્ષે ડેમ અોવરફ્લો થયો નથી પણ પાણી 122 મીટર સુધી ભરાયું છે. અામ વર્ષોની જેમ ડેમમાં પાણીનો પૂરતો સંગ્રહ થયો છે. હવે ગુજરાતમાંથી જળસંકટ પૂર્ણપણે ટળી ગયું છે. ખેડૂતો માટે પણ અા અાનંદના સમાચાર છે. હવે સરકાર કદાચ સિંચાઈનું પાણી અાપી શકે છે. નર્મદા અે ગુજરાતની જીવાદોરી છે. અત્યારસુધી અોછા પાણીને પગલે પાણીનું સંકટ હતું. હવે તે ટળી ગયું છે. ગુજરાતની મોટા ભાગની પ્રજાને નર્મદાનું પાણી અપાય છે. ડેમના કેચમેન્ટ અેરિયામાં અોછા વરસાદને પગલે સરકાર પણ ચિંતિત બની હતી.

  •  ડેમમાં દર કલાકે 3 સેમીની જળ સપાટીમાં વધારો
  • ડેમનું કેનાલ હેડ પાવર હાઉસનું એક યુનિટ ચાલુ કરવામાં  આવ્યુ
  • ડેમમાં ઉપરવાસમાંથી 58  હજાર 526 ક્યુસેક પાણીની આવક
  • 121.92 મીટરએ ડેમ ઓવરફ્લો થતો હતો

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ છવાયો છે. વેરાવળ પંથકમાં વીતી રાતથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સમયસરના ધીમી ધારના વરસાદને કારણે પાકને જીવનદાન મળ્યુ છે. કોડીનાર, તલાલા પંથકમાં પણ વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે.  આગામી બેથી ત્રણ દિવસમા રાજયમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે.

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!