GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કપાસની ખેતી છે તો આ તમારા માટે છે સૌથી મોટા સમાચાર: ભાવ, ઉત્પાદન અને વપરાશના ગણિતો જાણો

કપાસની સિઝન ૨૦૧૯-૨૦ (એટલે કે ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૦)માં દેશનું કપાસ અને રૂની ગાંસડીનું ઉત્પાદન અને વપરાશ બન્ને ઘટી શકે છે એવો અંદાજ કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ ગત શનિવારે બહાર પાડ્યો છે. ઉત્પાદન અને વપરાશ ઘટવા માટેનું મુખ્ય કારણે કોરોના વાયરસના કારણે દેશભરમાં ૫૪ દિવસનો લોકડાઉન જવાબદાર છે. ઉત્પાદન અને વપરાશમાં ઘટાડો થવાથી અને ખેડૂતોના હાથ ઉપર કપાસ પડ્યો રહેવાથી વર્ષના અંતે કપાસનો બાકી સ્ટોક ગત વર્ષના ૨૩.૫૦ લાખ ગાંસડી સામે આ વર્ષે ૫૦ લાખ ગાંસડી રહે તેવો અંદાજ છે.

પુરવઠાની સ્થિતિને અસર પહોંચી છે

ભારતમાં સ્થાનિક વપરાશ કપાસની સિઝન માટે હવે ઘટીને ૨૮૦ લાખ ગાંસડી મુકવામાં આવ્યો છે જે નવેમ્બરના અંદાજ ૩૩૧ લાખ ગાંસડી કરતા ૫૧ લાખ ગાંસડી ઓછું છે. દેશની નિકાસ અગાઉના અંદાજ ૪૨ લાખ કરતા વધી ૪૭ લાખ ગાંસડી થશે એવો અંદાજ મુકવામાં આવ્યો છે. એસોસીએશન જણાવે છે કે કોરોના મહામારીના કારણે દેશમાં માંગ અને પુરવઠાની સ્થિતિને અસર પહોંચી છે અને તેના કારણે વપરાશ ઘટવાનો છે. કુલ અંદાજીત ૫૧ લાખ ગાંસડીમાંથી ૩૩ લાખ ગાંસડીનો વપરાશ એપ્રિલ અને મે મહિનામાં જ ઘટેલો જોવા મળી શકે છે એવું એશોસિએશનનો અહેવાલ જણાવે છે.

અછતના કારણે ઉત્પાદનને ભારે અસર પડી

ભારતમાં કોરોનાનો વ્યાપ રોકવા માટે તા.૨૫ માર્ચથી તા.૩૧ મે સુધી ચાર તબક્કાનું લોકડાઉન મુકવામાં આવ્યું છે. કેટલીક ચીજોના મેન્યુફેક્ચરિંગને છૂટ આપવામાં આવી છે પણ સોશિયલ ડીસ્ટનસિંગ તેમજ કામદારોની અછતના કારણે ઉત્પાદનને ભારે અસર પડી છે. બીજી બાજુ આવશ્યક ચીજો સિવાયની બજારો ૫૭ દિવસ સુધી બંધ રહી હોવથી બજારમાં ગ્રાહકોની કાપડ, યાર્ન સહિતની માંગ પણ ઘટી છે. વપરાશની સામે કોટન એસોસીએશન દ્વારા ઉત્પાદનમાં પણ અંદાજ ૨૪.૫૦ લાખ ગાંસડી ઘટે અને હવે ૩૩૦ લાખ ગાંસડી રહે એમ જણાવ્યું છે. ઉત્પાદન જે રાજ્યોમાં ઘટે તેમાં સૌથી મોટો ફટકો ગુજરાતમાં પડશે એવી ધારણા છે.

ઉત્પાદનને ફટકો પડ્યો છે

ગુજરાતમાં ૧૧ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન ઘટી શકે છે. ગત સીઝનમાં ભારે વરસાદ અને લાંબા સમય સુધી પડેલા વરસાદના કારણે જમીન પાસે પાણીની ઉપલબ્ધી હોવાથી ખેડૂતોએ રવિ વાવેતર કરવાનું પસંદ કર્યું હતું અને તેના કારણે ઉભો કપાસ કાઢી નાખ્યો હતો. લગભગ ૪૫ દિવસ સુધી જીનીંગનું કામ સંપૂર્ણ બંધ હોવાથી અને હવે માત્ર ૨૦ ટકા ક્ષમતાએ જ કાર્ય કરતી હોવાથી ઉત્પાદનને ફટકો પડ્યો છે. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી રૂની આવક આ વર્ષે વધી હોવાથી સ્થાનિક ઉપ્તાદન ઘટ્યું હતું. આ ઉપરાંત, ચોમાસાનું આગમન તા.૧૦થી ૧૫ જૂન વચ્ચે શક્ય હોવાથી ખેડૂતોના હાથ ઉપર કપાસ પડ્યો રહેશે, લેબર ઉપલબ્ધ નહી હોવાથી જીનીંગ થશે નહી અને ઉત્પાદન ઘટે એવી શક્યતા કોટન એસોસીએશને વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!