GSTV

વાવાઝોડાનો વિનાશ: રાજ્યમાં 16 લાખ કરતા વધારે વૃક્ષોનો સોથ વળી ગયો, બાગાયતી પાકોને સૌથી મોટુ નુકસાન

Last Updated on May 26, 2021 by Pravin Makwana

કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતુ કે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને વધુ નુકસાન પહોંચાડયું હતુ. કૃષિ વિભાગને બાગાયતી અને ખેતી પાકોને નુકસાન થયું છે. જયાં વધુ નુકસાન છે ત્યાંથી રિપોર્ટ મંગાવાયો છે. 86 લાખ કૃષિ બાયગત વૃક્ષોમાંથી 16 લાખ કરતા વધુ વૃક્ષોને નુકસાન છે. 14 ટકા સર્વે બાકી છે. પ્રથમ વખત કૃષિ વૈજ્ઞાનિક પણ ફિલ્ડમાં મોકલ્યા છે. નવસારી, જૂનાગઢ અને આણંદ, દાંતીવાડાના 138  કૃષિ વૈજ્ઞાનિક ફિલ્ડમાં મોકલ્યા છે.

નુકસાનીનો સર્વે

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યુ હતુ કે,  રાજ્યને ટકરાયેલા તાઉ-તે વાવાઝોડાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીના પેટે એક હાજર કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.  રાજ્યમાં નુકસાનીનો સર્વે 20મી તારીખથી કરવામાં આવી રહ્યો છે.  પ્રભાવિત વિસ્તારમાં  6 દિવસ બાદ તમામ રસ્તા ચાલુ થયા છે. અત્યાર સુધીમાં 10 કરોડ રૂપિયાની કેશ ડોલ ચૂકવાઈ છે. 95 હજાર રૂપિયા કાચા મકાનો ને પડી ગયા તે પરિવારને આપશે. ઝૂંપડા નુકશાન થયું તેમને 10 હજાર રૂપિયા આપ્યા છે. વાવાઝોડના કારણે ખેતીવાડી વધુ નુકશાન થયું છે. આંબા, નાલયેરી, લિંબુ, અને કેળને નુકશાન થયું છે. તેનો સર્વે ચાલુ કરવામાં આવ્યો છે.

900 કરોડના સહાય પેકેજની કરી છે જાહેરાત

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાના કારણે મોટા પાયે નુકસાન થયુ છે. જેથી સરકાર 900 કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કરી શકે છે. વાવાઝોડામાં નુકસાન થયેલા પાક માટે ખેડૂતને સહાય ચૂકવાશે. સરકાર બાગાયતી ખેતીમાં હેકટર દીઠ 70થી 80 હજાર સહાય ચૂકવી શકે છે.  SDRFના ધારાધોરણ ઉપરાંત વધારાની 40થી 60 હજાર સહાય ચૂકવવામાં આવી શકે છે.  SDRFના નિયમ મુજબ 20 હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવાની જોગવાઈ છે.  કેરી, ચીકુ, પપૈયા, નાળીયેરી અને કેળની ખેતીને વધારાની સહાય ચૂકવાઈ શકે છે.  બાગાયત અને ખેતી પાકના અલગ અલગ ધારાધોરણ પ્રમાણે સહાય અપાય તેવી સંભાવના છે.  વાવાઝોડના કારણે નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને નર્મદા જિલ્લામાં વ્યાપક નુકસાન થયુ છે.

READ ALSO

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!