GSTV
Home » News » રેલવેના 166 વર્ષના ઈતિહાસમાં થયું સૌથી મોટું પરિવર્તન, હવે રેલવે ટ્રેક પર ખાનગી પેસેન્જર ટ્રેન દોડશે

રેલવેના 166 વર્ષના ઈતિહાસમાં થયું સૌથી મોટું પરિવર્તન, હવે રેલવે ટ્રેક પર ખાનગી પેસેન્જર ટ્રેન દોડશે

ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પહેલું સૌથી મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે. દેશમાં પહેલી વખત રેલવે ટ્રેક પર ખાનગી પેસેન્જર ટ્રેન દોડશે. કેન્દ્ર સરકારે તેજસ ટ્રેનને આઇઆરટસીને લીઝ પર આપી છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઇની વચ્ચે દોડશે. ટ્રેનમાં પ્રવાસીઓની તપાસ માટે રેલવે સ્ટેશન પર ચેકઇન કાઉન્ટર બનાવવામાં આવશે.

ટ્રેન એક કલાકથી વધુ સમય મોડી પડશે તો પ્રવાસીઓને પુરતૂ રિફંડ મળશે. ટ્રેનનું ભાડું નક્કી કરવા માટે આઇઆરસીટીસી કામ કરી રહી છે.આ ટ્રેનને લખનૌ અને દિલ્હીની વચ્ચે પણ દોડાવવામાં આવી શકે છે.

વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓ રવિન્દ્ર ભાકરે જણાવ્યું કે તેજસ ટ્રેનના સંચાલનની તમામ જવાબદારી આઇઆરસીટીસીની છે. તે ટ્રેનના પરિચાલનની તૈયારી કરી રહી છે. આ માટે તે રેલવેને લીઝ ચુકવશે. આ અંગે વહેલીતકે નિર્ણય લેવામાં આવશે. ટ્રેનનું શિડ્યુઅલ પણ વહેતી તકે જાહેર કરી દેવાશે.

READ ALSO

Related posts

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

આ ભારતીય એપનાં ફાઉન્ડર વિજયશેખરની એક દિવસની કમાણી, જાણશો તો ઉડશે હોશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!