GSTV
Home » News » …તો મુંબઈમાં થશે સૌથી મોટી જાહેરાત, કોંગ્રેસની બેઠક બાદ લેવાયા આ નિર્ણયો

…તો મુંબઈમાં થશે સૌથી મોટી જાહેરાત, કોંગ્રેસની બેઠક બાદ લેવાયા આ નિર્ણયો

બીજી તરફ દિલ્હીમાં જ મહારાષ્ટ્ર કોંગ્રસના નેતાઓની પણ મહત્વની બેઠક યોજાઇ. એનસીપી સાથે બેઠક યોજતા પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ફરી એક વખત મળ્યા અને સરકાર રચવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ બાળાસાહેબ થોરાટ. પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા.

બેઠક બાદ અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે શુક્રવારે મુંબઇમાં શિવસેના. એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને બેઠક કરશે. તેમણે કહ્યું કે બધું જ સકારાત્મક રીતે ચાલી રહ્યું છે અને કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. બાળાસાહેબે કહ્યું કે જો અમારે 5 વર્ષ માટે એકસાથે મળીને સરકાર ચલાવવી હોય તો એવા અનેક મુદ્દાઓ છે કે જેના પર હજુ વધુ કેટલીક સ્પષ્ટતાની જરૂર છે. બધી બાબતો નક્કી થયા બાદ મુંબઇમાં હવે મોટી જાહેરાત કરવામાં આવશે.

READ ALSO

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!