ઈન્ડિય વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોની પોતાની કેપ્ટનશીપની સાથે સાથે બેટીંગ માટે પણ ઓળખાય છે. હવે ધોની આઈપીએલમાં ચૈન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળશે. જેમાં તેની કેપ્ટનશિપનો નજારો ફેન્સ ફરી એક વખત માણવાના છે. આ વચ્ચે ધોનીની લાંબી અને હેલિકોપ્ટર સિક્સરનો પણ દર્શકો બેસબ્રી પૂર્વક ઈન્તેઝાર કરતા હોય છે.
એમએસ ધોની હાલ ચૈન્નઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. જે સમયે મેદાનમાં લગભગ 30 હજાર પ્રશંસકોની ભીડ જોવા મળી હતી. પ્રેક્ટિસમાં જ ધોનીએ ઘણા લાંબા શોટ રમ્યા હતા. વર્લ્ડકપ પહેલા ધોની આઈપીએલમાં રમતો જોવા મળવાનો છે. વર્લ્ડકપ બાદ તે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ પણ લઈ શકે છે. જો કે ધોની પોતાના તમામ નિર્ણયો ક્યારે લે તેની કોઈ ખબર નથી પડતી.
પણ આ વખતે ધોનીએ પોતાની બેટીંગથી અજીબોગરીબ કરિશ્મો કરી બતાવ્યો છે. ચૈન્નઈના ચેપોક સ્ટેડિયમમાં તેણે એટલી લાંબી સિક્સ મારી કે બોલ સ્ટેડિમની બહાર જતા જતા રહી ગયો. ત્યાંથી ખ્યાલ આવી જાય છે કે ધોની આઈપીએલમાં વિરોધી ટીમો માટે ખતરનાક સાબિત થવાનો છે.
#msdstrong pic.twitter.com/s8YUURMj7C
— Karan Arjun (@KaranArjunSm) March 20, 2019
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?