GSTV
Home » News » મહિલા ડૉક્ટર સાથેની ગેંગરેપની ઘટનામાં થયો મોટો ઘટસ્ફોટ, મુખ્ય આરોપી પહેલા પણ આવી ચૂક્યો છે પોલીસની રડારમાં

મહિલા ડૉક્ટર સાથેની ગેંગરેપની ઘટનામાં થયો મોટો ઘટસ્ફોટ, મુખ્ય આરોપી પહેલા પણ આવી ચૂક્યો છે પોલીસની રડારમાં

હૈદરાબાદમાં મહિલા ડોકટર સાથે ગેંગરેપની ઘટના પછી દેશભરમાં આક્રોશનો માહોલ છે. પોલીસે આ કેસમાં ચાર નરાધમોની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે અનેક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. પોલીસ પૂછપરછમાં વાત સામે આવી છે કે ગેંગરેપનો મુખ્ય આરોપી મોહમ્મદ આરીફ લાયસન્સ વગર છેલ્લાં 2 વર્ષથી ટ્રક ચલાવી રહ્યો હતો.

સાથે જ ઘટનાના બે દિવસ પહેલાં તેને પોલીસ ચેકિંગ દરમિયાન પકડ્યો પણ હતો. જાણકારી મળ્યાં મુજબ 2017થી આરોપી આરીફ કાયદેસરના કાગળ વગર ટ્રક ચલાવતો હતો. ઘટનાના બે દિવસ પહેલાં આરોપી આરીફનો ટ્રક ઈંટથી ભરેલો હતો જેમાં નિયમથી વધુ માલ લદાયેલો હતો ટ્રકને આરટીઓના અધિકારીઓએ કર્ણાટકથી હૈદરાબાદ વચ્ચે મહબૂબનગર વિસ્તારમાં પકડ્યો હતો. પરંતુ બાદમાં આ ટ્રકને છોડવામાં આવ્યો હતો.

પરિવહન અધિકારી આ ટ્રકને જપ્ત કરવા માગતા હતા પરંતુ આરીફે તેના માલિક શ્રીનિવાસ રેડ્ડીને ફોન કર્યો અને તેના કહેવા પર આરીફ ટ્રકના એન્જિનનો તાર કાઢી નાખ્યો હતો જે બાદ તેને આરટીઓ અધિકારીને ટ્રક ખરાબ થયો હોવાનું જણાવ્યું. જેને કારણે ટ્રકને સીઝ કરી પોતાની સાથે લઈ જવા અધિકારીઓએ અસમર્થતા દાખવી અને ટ્રકને છોડવો પડ્યો હતો.

આરટીઓના અધિકારીઓની ચુંગલમાંથી છૂટ્યા બાદ આરીફ ટ્રકને મહબૂબનગર પેટ્રોલ પંપ પાસે લઈ ગયો અને તેને ત્યાં પોતાના મિત્ર નવીન કુમાર અને ચેન્ના કેશવલ્લુને બોલાવ્યા, આ બંને પણ ગેંગરેપના આરોપી છે. ત્યારે પોલીસે હવે શમસાબાદ નિવાસી ટ્રક માલિક રેડ્ડી વિરૂદ્ધ કાર્યવાહી કરશે.

READ ALSO

Related posts

કંટાળ્યા હોય નોકરીથી તો, બહુ ઓછા પૈસામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે અઢળક કમાણી

NIsha Patel

ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર

Bansari

GST : મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાં ઘસડી જશે 7 રાજ્યો, આ છે કારણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!