GSTV

The Big Bull Poster ફિલ્મનું પોસ્ટર આવ્યું સામે, અલગ અંદાઝમાં દેખાશે જુનિયર બચ્ચન

બોલિવુડનાં અભિનેતા અભિષેક બચ્ચન લાંબા સમય પછી મોટા પડદા પર નજરે આવશે. અભિનેતાની અપકમિંગ ફિલ્મ ધ બિગ બુલ છે. ધ બિગ બુલનું ફર્સ્ટ પોસ્ટર જાહેર થયું છે. ફિલ્મનાં પહેલા પોસ્ટરમાં અભિષેક બચ્ચન અંધારામાં નજરે પડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી જાણકારી મુજબ 1990થી 2000ની વચ્ચે સર્જાયેલી સાચી ઘટનાઓ અને ભારતનાં ફાઇનાન્સીયલ ફિલ્ડમાં થયેલા મોટ બદલાવ પર આધારિત છે. છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન રૂપેરી પડદાથી દૂર હતા. જ્યારે આ ફિલ્મને અજય દેવગન અને આનંદ પંડિત પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ આધારિત છે. જ્યારે ફિલ્મનું નિર્દેશન કૂકી ગુલાટી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અભિષેક બચ્ચને બિઝનેસમેનની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ ગુરુમાં ધીરુભાઇ અંબાણીની ભૂમિકા નિભાવનારા જુનિયર બચ્ચનને હવે 1990 થી 2000 ની વચ્ચે યોજાયેલા હર્ષદ મહેતા કૌભાંડની યાદ અપાશે અને આ કૌભાંડે સમગ્ર નાણાકીય બજારને હચમચાવી નાખ્યું હતું.

આર્થિક ગુના બદલ હર્ષદની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનો 1992 સિક્યોરિટીઝ કૌભાંડમાં બન્યો હતો. આ પછી હર્ષદ વિરુદ્ધ અનેક ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા હતા અને ચાર કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. 2001 માં 27 વર્ષની વયે તેમનું અવસાન થયું.

શેરબજારમાં બુલ રન શરૂ થતાં જ તેમને ‘બિગ બુલ’ કહેવાતા. અભિષેક જેની ભૂમિકા નિભાવી રહ્યો છે તે હર્ષદને ‘શેરબજારના અમિતાભ બચ્ચન’ તરીકે ઓળખ મેળવી હતી.

READ ALSO

Related posts

સમગ્ર વિશ્વને ઝપેટમાં લેનાર કોરોનાનો આવી રીતે થાય છે ટેસ્ટ

Nilesh Jethva

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

Nilesh Jethva

મેરઠમાં એક જ પરિવારનાં 13 લોકોને થયો કોરોના, 35ના રિપોર્ટ આવવાનો બાકી

Karan
Do NOT follow this link or you will be banned from the site!