GSTV
Home » News » વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધી, પ્લાસ્ટિકથી બનાવ્યું 18 કેરેટનું સોનું

વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધી, પ્લાસ્ટિકથી બનાવ્યું 18 કેરેટનું સોનું

વિશ્વમાં પ્લાસ્ટિકનાં પ્રદૂષણમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે તે જોતા હવે તે દિવસ દૂર નથી જ્યારે તે પર્યાવરણને સંપૂર્ણ રીતે નાશ કરશે. જો કે, ઘણી જગ્યાએ પ્લાસ્ટિકમાંથી બળતણ અને રસ્તા બનાવવાના સફળ પ્રયોગો થયા છે. હવે ફરી એકવાર વૈજ્ઞાનિકોએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં વૈ્જ્ઞાનિકોએ પ્લાસ્ટિક દ્વારા 18 કેરેટનું સોનું બનાવ્યું છે. દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે કે પ્લાસ્ટિકમાંથી સોનું બનાવવામાં આવ્યું છે.

સ્વિસ યુનિવર્સિટી ઇટીએચ ઝ્યુરિચના વૈજ્ઞાનિક રાફેલ મેઝેન્ગાના જણાવ્યા અનુસાર સોનાનું આ નવું સ્વરૂપ પરંપરાગત 18 કેરેટ સોના કરતા દસ ગણો હળવા છે. સોનાના પરંપરાગત મિશ્રણમાં સામાન્ય રીતે ત્રણ-ચોથા સોનાનો અને ચોથા ભાગનો તાંબાનો સમાવેશ થાય છે, જેની ઘનતા લગભગ 15 ગ્રામ / સે.મી. 3 છે, તેથી પ્લાસ્ટિકથી બનેલા આ સોનાની ઘનતા માત્ર 1.7 ગ્રામ / સે.મી. 3 છે.

પ્લાસ્ટિકમાંથી બનેલા આ ગોલ્ડને બનાવવા માટે વૈજ્ઞાનિકોએ સોનાના નેનોક્રિસ્ટલ્સ, પ્રોટીન રેસા, પાણી અને મીઠું સાથે પોલિમર લેટેક્સ સોલ્યુશન તૈયાર કર્યું હતું. આ સોલ્યુશન કાર્બન ડાયોક્સાઇડ ગેસના ઉંચા દબાણ હેઠળ વહેતું હતું અને નક્કર આકારમાં ફેરવાઈ ગયું હતું.

READ ALSO

Related posts

ટિકિટ વહેંચણીને લઈને BJP કાર્યકર્તાઓનું જે.પી. નડ્ડાના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન

Arohi

સરકારનો નવો પરિપત્ર : શિક્ષકોને ભોજન બગાડ અટકાવવાની કામગીરી સોંપી

Nilesh Jethva

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!