આવતીકાલથી રોપેક્ષ સર્વિસનો પ્રારંભ, માણી શકાશે દરિયાઈ મુસાફરીનો આનંદ

ટેક્નિકલ ખામી બાદ 21 નવેમ્બરથી બંધ થયેલી રોપેક્ષ ફેરી સર્વીસ ફરી કાર્યશીલ કરવા માટે છેલ્લા કેટલાય દિવસથી કામગીરી કરાઇ રહી હતી. ત્યારે રોપેક્ષ ફેરી સર્વિસમાં સર્જાયેલી ક્ષતિને દુર કરી આખરે ફરી કાર્યરત કરવા સજ્જ કરી દેવામાં આવી છે. આવતીકાલથી ફરી રોપેક્ષ સર્વિસનો પ્રારંભ થવાનો છે.

જેનું ઓનલાઈન બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. આવનાર દિવસોમાં ફરી લોકો આ ફેરી સર્વિસમાં અવરજવરની સાથે દરિયાઈ મુસાફરીનો આનંદ માણી શકશે. નોંધનીય છે કે ફરી આવી કોઈ ક્ષતિ ન સર્જાય તેની તકેદારી રાખવા અને પાણીનો પુરતો ડ્રાફ્ટ મળી રહે તે માટે યોગ્ય ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

READ ALS0

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter