GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

206 વર્ષથી ચાલે છે આ લડાઈ, હવે 23 દિવસ બાદ નવો ઇતિહાસ રચાશે

ઘણાને ખબર નહી હોય કે સૌથી પહેલા રામ મંદિરનો મુદ્દો 206 વર્ષ અગાઉ અંગ્રેજ શાસન દરમિયાન ઉઠાવાયો હતો. 1813માં સૌથી પહેલા હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે, 1526માં બાબરે રામ મંદિર તોડાવીને બાબરી મસ્જિદ બનાવી હતી. બાબરના નામથી મસ્જિદ ઓળખાતી થઈ હતી.તે વખતે પણ હિન્દુ મુસ્લિમ પક્ષ વચ્ચે અથડામણ થઈ હતી. જ્યારે આ વિવાદ વધતો જોઈને 1859માં અંગ્રેજ સરકારે આ જગ્યા પર તારની વાડ બનાવી દીધી હતી. 1885માં પહેલી વખત મહંત રઘુબર દાસે બ્રિટિશ શાસન હેઠળની કોર્ટમાં આ જગ્યાએ મંદિર બનાવવા પરવાનગી માંગી હતી.

1934માં આ જગ્યાને લઈને હિંસા ફાટી નિકળી હતી અને પહેલી વખત મસ્જિદનુ વિવાદીત માળખાનો એક હિસ્સો તોડી પડાયો હતો. એ પછી બ્રિટિશ સરકારે તેનુ સમારકામ કરાવ્યુ હતુ. જોકે આઝાદી બાદ 1949થી માળખાના કેન્દ્ર સ્થાને રામલલાની મૂર્તિ મુકીને પૂજા કરવાનુ શરૂ કર્યુ હતુ. જેના પગલે મુસ્લિમ પક્ષ કોર્ટમાં ગયો હતો. 1950માં સ્થાનિક કોર્ટમાં ગોપાલસિંહ વિશારદે રામલલાની પૂજા કરવા મંજુરી માંગી હતી. 1959માં નિર્મોહી અખાડાએ વિવાદાસ્પદ જગ્યાની માલિકી સોંપવા માટે તો 1961માં સુન્ની વકફ બોર્ડે સ્થળની માલિકી માટે કોર્ટમાં દાવો કર્યો હતો. આમ રામ મંદિર મુદ્દાએ મોટુ સ્વરૂપ લઈ લીધુ હતુ.

1984માં વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદના તાળા તોડવા તથા રામ જન્મભૂમિને મુક્ત કરાવવા અને મંદિર બનાવવા અભિયાન શરૂ કર્યુ હતુ. 1986માં સ્થાનિક તંત્રે અહીંયા પૂજાની પરવાનગી આપી હતી અને તાળા ફરી ખોલાયા હતા. જેનાથી નારાજ મુસ્લિમ પક્ષે બાબરી મસ્જિદ એક્શન કમિટી બનાવી હતી.

1992ના 6 ડિસેમ્બરના દિવસે કારસેવકોએ વિવાદાસ્પદ માળખુ ફરી તોડી નાંખ્યા બાદ દેશભરમાં તોફાનો થયા હતા. આ દરમિયાન એક અસ્થાયી રામ મંદિર પણ બનાવાયુ હતુ. 2002માં અલ્હાબાદ હાઈકોર્ટમાં મામલાની સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટના આદેશ પ્રમાણે પુરાતત્વ વિભાગે વિવાદાસ્પદ સ્થળે કરેલા ખોદકામ બાદ દાવો કર્યો હતો કે, અહીંથી મંદિર હોવાનુ પ્રમાણ આપતા પુરાવા મળ્યા છે.

વિવાદાસ્પદ જગ્યાને ત્રણ પક્ષકારો વચ્ચે સરખા ભાગે વહેંચવાના હાઈકોર્ટના ચુકાદાને 2011માં સુપ્રીમમાં પડકારાયો હતો. ત્યારથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે જંગ ચાલી રહ્યો છે. જોકે મામલો લંબાતો જોઈને 6 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે તેની રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.આમ 200 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલો જંગ હવે આખરી મુકામ પર છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે ઐતહાસિક ચુકાદો આપવાની નજીક છે.

READ ALSO

Related posts

કોરોનામાં કાળાબજાર: સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકશન એક લાખમાં વેચાતું હોવાનું કૌભાંડ આવ્યું સામે

pratik shah

હવાથી ફેલાય છે Corona? દરેક પ્રશ્નોના આ રહ્યા જવાબ, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

Arohi

ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા, 6 દિવસ બાદ ગેંગસ્ટર વિકાસ દુબેની થઇ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!