GSTV

બનાસકાંઠા વિસ્તારમાં ફરી કરોડોની સંખ્યાનાં તીડે આક્રમણ કરતા ખેડૂતોની સાથે સરકાર પણ ચિંતામાં

બનાસકાંઠાના વાવ તાલુકાના ગામડાઓમાં શનિવારે ફરી કરોડો તીડનું આક્રમણ થયું છે. જેને લઇ ખેડૂતો સહિત સરકાર પણ ચિંતિત બની ગઈ છે. વાવ તાલુકામાં અગાઉ આવેલ તીડના ઝૂંડ કરતા પણ આ ઝૂંડ મોટું છે. આ ઝૂંડ મોટું છે રાધાનેસડા રણ થઇ કુંડાળીયા, માવસરી મળી 20 કિલોમીટર લંબાઇ અને 3 કિલોમીટર પહોળાઇમાં પથરાયેલું છે.તીડ નિયંત્રણ વિભાગ દ્વારા તીડોને કાબુમાં કરવા ભારે જહેમત ઉઠાવાઇ છે. તીડ ખેડૂતોના પાકોનો સફાયો કરી રહ્યા છે.

ખેડૂતો ફરીથી વાસણ, તગારા, ધુમાડો કરી તીડ ભગાડી રહ્યા છે. પવનની દિશા બદલાતા તીડ સરહદી રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી મળી ત્રણ ગામોમાં ત્રાટકયા હતા. આ તીડ ખેડૂતોના પાકોનો સફાયો કરી રહ્યા છે. આમ ખેડૂતોનો વધ્યો ઘટ્યો પાકો પણ સાફ કરી રહ્યા છે. પાકિસ્તાનમાંથી વધુ તીડના ઝૂંડ આવવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana

પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીને આ દેશ સાથે જે કર્યું તે અત્યાર સુધીનો સૌથી મોટો કાંડ છે

Mayur

હવે પુરા કપડાં પહેરવા લાગી છે સની લિયોની, નવા અંદાજ પાછળનું આ છે કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!