GSTV

ટ્રમ્પ ભારતની ધરતી પર ઉતરાણ કરે એ પહેલાં જ ભારતીયો માટે આવી ગયા માઠા સમાચાર

સોમવારથી અમેરિકામાં વસતા કાયદેસર ઇમિગ્રન્ટને મળતા સરકારી લાભો બંધ થાય તેવો નિયમ લાગુ થવાનો છે. આ કાયદેસર ઇમિગ્રન્ટને ગ્રીનકાર્ડ, લીગલ પરમેનેન્ટ રેસિડેન્સી, ફૂડ સ્પેટમ્પ સહિતના લાભો ન મળે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. એચ.વન.-બી વિઝા ધરાવતા ભારતીય ઇમિગ્રન્ટ અને અમેરિકામાં પરમેનેન્ટ રેસિડેન્સ મેળવવા માગતા ભારતીયો માટે વધુ મુશ્કેલીઓ સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે.

અમેરિકન કરદાતાઓને રક્ષણ મળશે

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રીશામે આજે નિવેદન આપ્યું છે કે ધ ફાઇનલ રૂલ તરીકે ઓળખાતા આ નિયમનું અમલીકરણ અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સોમવારથી આ નિયમોનું અમલીકરણ શરૂ કરશે. આ નિયમના કારણે મહેનત કરી ટેક્સ ચૂકવતા અમેરિકન કરદાતાઓને રક્ષણ મળશે. આ ઉપરાંત આ દેશમાં આવનારા નવા લોકો માટે ફરી મૂળભૂત કાનૂની સિદ્ધાંત લાગુ કરાશે કે તેઓ આર્થિક રીતે સ્વ નિર્ભર બને અને બધી બાબતોમાં અમેરિકન કરદાતાઓનો આધાર ન રાખે. આ ઉપરાંત આ નિયમના કારણે રાષ્ટ્રીય સ્તરેની રાજકોષીય ખાધ પણ ઓછી થશે.

નિયમ લાગુ થયા બાદ શું થશે ?

યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝને જાહેરાત કરી છે કે નવા નિયમ પ્રમાણે હવે અમેરિકામાં રોકાણ, વિઝા એક્સટેન્શન તેમજ ઇમિગ્રન્ટ સ્ટેટસમાં ફેરફાર કરાવવા માગતા લોકોએ દર્શાવવું પડશે કે અમેરિકામાં રોકાણ દરમિયાન તેમણે કોઇ સરકારી લાભો લીધા નથી. નાગરિકતા ન ધરાવતા 11 ટકા ભારતીય પરિવારો હાલ અહીં તમામ સરકારી લાભો મેળવી રહ્યા છે, આ નિયમ લાગુ થયા બાદ આ પરિવારોની સ્ક્રૂટિની કરી નિર્ણયો કરવામાં આવશે.

READ ALSO

Related posts

બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન

Mansi Patel

બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ

Sejal Vibhani

PM Kisan: હવે ઘરે બેઠા આ રીતે જોઈ શકશો કોને મળ્યો 2 હજારનો હપ્તો? અહીંયા જુઓ ખેડૂતોની યાદી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!