GSTV
Gujarat Government Advertisement

બાબરી ધ્વંશ કેસની સુનાવણી પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારીમાં

Last Updated on November 10, 2019 by Mayur

સીબીઆઇ કોર્ટમાં 1992ના બાબરી ધ્વંશ કેસના ગુનાહિત કાવતરાની સુનાવણી પણ ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે કારણક લખનઉની સેશન કોર્ટે પુરાવા રજૂ કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર રાખી છે. પાંચ ઓક્ટોબર, 2019ના રોજ સેસન્સ કોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 24 ડિસેમ્બર, 2019 સુધીમાં તમામ પુરાવા રજૂ કરવા પડશે.

ભાજપ નેતાઓ એલ કે અડવાણી, ઉમા ભારતી અને મુરલી મનોહર જોશીને મુક્ત કરવાના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ, 2017ના રોજ ફગાવી દીધો હતો. જેના પગલે 25 મે, 2017ના રોજ લખનઉની વિશેષ કોર્ટમાં આ ત્રણેય વિરૂદ્ધ ફરીથી સુનાવણી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદને ધ્વશં કરવામાં આવી હતી. તે સમયે કલ્યાણ સિંહ ઉત્તર પ્રેદેશના મુખ્યપ્રધાન હતાં. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ, 2017ના રોજ આ કેસની સુનાવણી બે વર્ષમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.  ત્યારબાદ 19 જુલાઇ, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે નવ મહિનાની અંદર ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ પાંચ ઓક્ટોબર, 1993ના રોજ બાલાસાહેબ ઠાકરે, કલ્યાણ સિંહ, મોરેશ્વર સાવે, ચંપતરાય બંસલ, સતિષ પ્રધાન, મહંત અવૈદ્યનાથ, ધરમ દાસ, મહંત નૃત્ય ગોપાલ દાસ, મહમદલેશ્વર જગદીશ મુની, રામ  વિલાસ વાદંતી, વૈકુંઠ લાલ શર્મા, પ્રમા હંસ રામ ચંદ્ર દાસ અને ડો. સતિશ ચંદ્ર નગર સહિતન 48 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

તતડાવી નાખ્યા/ મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી થશે કે ખાતા બદલાઈ જશે

Pritesh Mehta

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!