GSTV

વિશ્વભરના મોટા અખબારો, ચેનલો પર અયોધ્યાનો ચુકાદો છવાયો

Last Updated on November 11, 2019 by Mayur

વર્ષો જુના અયોધ્યામાં રામ મંદિરના વિવાદનો આખરે અંત આવી ગયો હતો, શનિવારે સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપી મંદિરનો માર્ગ મોકળો કરી દીધો હતો. જોકે આ ચુકાદા પર માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ નજર હતી.આ મામલો એટલો જુનો અને વિવાદોમાં રહ્યો હતો કે તેના ચુકાદાની અસર વૈશ્વિક સ્તરે પણ જોવા મળી હતી અને અનેક વિદેશી મીડિયાએ પણ તેની નોંધ લીધી હતી.  વિદેશી મીડિયામાં કેટલાકે ચુકાદાને જેવો છે તે જ રીતે છાપ્યો હતો જ્યારે કેટલાક મીડિયામાં તેની ટીકા પણ કરવામાં આવી હતી. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના અખબારમાં આ સમાચાર લીધા હતા, જેમાં વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી, અખબારે લખ્યું હતું કે કોર્ટે અયોધ્યા મામલે હિંદુઓનું સમર્થન કર્યું છે.

પોતાના આર્ટિકલમાં ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટે શનિવારે એક સૌથી જુના કેસમાં હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ વિવાદિત સૃથળ પર મુસ્લિમો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ ચુકાદો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો દ્વારા સેક્યૂલરના પાયાને હટાવી હિંદુ બનાવવા તરફના પ્રયાસોની એક મોટી જીત માનવામાં આવે છે. જ્યારે ધ વોશિંગ્ટને લખ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટે મંદિર માટેનો રસ્તો સાફ કરી દીધો, મોદી પોતાના એજન્ડા લાગુ કરવામાં લાગી ગયા છે. આ ચુકાદો મુસ્લિમોની દલીલોને બાજુમાં મુકી હિંદુઓના પક્ષમાં આવ્યો છે જે મોદી માટે એક મોટી જીત છે.

જ્યારે પાકિસ્તાનના અખબાર ધ ડોન દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિવાદિત સૃથળ પર મસ્જિદની જગ્યાએ મંદિર બનશે જ્યારે મસ્જિદ માટે અલગથી જગ્યા અપાશે, સુપ્રીમ કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. જ્યારે અન્ય કેટલાક અખબાર જેમ કે ધ ગાર્ડીયને લખ્યું છે કે આ ચુકાદો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના એજન્ડાની એક જીત માનવામાં આવે છે.

READ ALSO

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!