આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમનો પરાજય થતાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. જોકે, આ મેચમાં ઓસ્ટ્રેલિયન યુવક સિક્યોરિટી તોડી વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. આજે આ યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ યુવકના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ યુવક અન્ય આંતરરાષ્ટ્રીય મેચોમાં મેદાનમાં ઘૂસી આવ્યો હતો.
જોકે, પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, પોતે TIK-TOKKER હોઈ કોઈ પણ આંતરાષ્ટ્રીય મુદ્દા સાથે તેનું કોઈ જોડાણ ન હોવા છતાં પ્રખ્યાત થવા માટે આંતરરાષ્ટ્રીય મોટી રમતની મેચોમાં સ્ટેડિયમમાં ગ્રાઉન્ડમાં આવી રીતે ઘૂસીને ફેમસ થવાનો તેનો હેતુ છે.
ફીફા વુમન્સ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઘૂસી આવ્યો હતો
ફીફા વુમન્સ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેઈન જોન્સન બ્લેક કલરની ટી-શર્ટમાં આગળની સાઈડમાં “STOP PUTLER” અને પાછળની બાજુ “FREE UKRAINE” લખેલુ ટી શર્ટ પહેરી ગ્રાઉન્ડમાં ઘુસી ગયો હતો.
ઓસ્ટ્રેલીયન કોર્ટે તેને રોકડ દંડ ફટકાર્યો હતો
સન કોર્પ સ્ટેડિયમ બ્રિસબેન ઓસ્ટ્રેલિયા ખાતે 2020ની સ્ટેટ ઓફ ઓરીઝીન-3ની રગ્બી મેચમાં પણ આવી રીતે પ્લેયરના ડ્રેસ કોડમાં ગ્રાઉન્ડમાં સિક્યુરિટી કોડી મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ અંગે તેના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલીયન કોર્ટે તેને રોકડ દંડ ફટકાર્યો હતો.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની