GSTV

અમદાવાદ : પોલીસ પર હુમલાની ઘટનામાં આવ્યો નવો વળાંક, પોલીસકર્મીઓની જ ભૂમિકા શંકાસ્પદ

જુહાપુરાના સોનલ સીનેમા પાસે ગત સાંજે બનેલી પોલીસ પર હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. દાનના દસ લાખ રૂપિયાની લેતીદેતીના મુદ્દે નોઇડાના એક વ્યક્તિનું અમદાવાદમાં અપહરણ કરી દસ લાખની ખંડણી મંગાઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં બે પોલીસકર્મીઓની શંકાસ્પદ ભૂમિકા પણ ચર્ચાઇ રહી છે.

શું છે સમગ્ર મામલો ?

  • નોઇડાના રવિ શર્માએ ફરિયાદ કરી
  • દિલ્હીની એક કંપનીમાં શેઠના કહેવાથી અમદાવાદ આવ્યા
  • સીએસઆરના ૧૦ લાખ રૂપિયા દાનમાં આપવાના હતા
  • દાન પહેલા એનજીઓના કાગળ તપાસવાના હતા
  • રવિ શર્માને કાગળ યોગ્ય ન લાગતા દિલ્હીમાં તેના શેઠને ફોન કરીને દાન રોક્યુ
  • જેથી સતિષ યાદવ, વકીલ ભરત સંઘવી, સલીમ ખાન અને તૌફીક ખાને અપહરણ કરીને માર માર્યો

ભરત સંઘવી પોતે રાજસ્થાનમાં વકિલ છે એટલે કે કાયદાનો જાણકાર પણ છે. પરંતુ તેમણે જે કારસ્તાન કર્યું છે તે કાયદાની ઐસીતૈસી કરીને કર્યુ છે. આ બન્નેએ તેમના સાગરીતો સાથે મળીને જુહાપુરામાંથી એક શખ્સનું અપહરણ કરી દસ લાખ રૂપિયા માંગ્યા હતા. નોઇડામાં રહેતા રવિ શર્માએ ફરિયાદ કરી છે કે, તે દિલ્હીની એક કંપનીમાં શેઠના કહેવાથી અમદાવાદ આવ્યાં હતા. અમદાવાદમાં તેમને કંપનીના સીએસઆર એટલે કે, કંપની સોસિયલ રિસ્પોન્સીબીલીટીના દસ લાખ રૂપિયા દાન આપવાના હતા. દાન પહેલા તે એન.જી.ઓ.ના કાગળ ચકાસવા માંગતા હતા. રવિ શર્માને કાગળ યોગ્ય ન લાગતા શેઠને દિલ્હી ફોન કરી ના પાડતા દાન રોકી દેવાયું હતુ. જેથી ડો. સતિષ યાદવ, વકિલ ભરત સંઘવી અને તેમની સાથે આવેલા સલીમખાન અને તોફીકખાને મળીને તેનું અપહરણ કરી મારમાર્યો હતો.

કહેવાય છે કે, આ ચાર આરોપીઓ સાથે ઝોન-7ના વિસ્તારના બે પોલીસકર્મીઓ પણ મદદમાં આવ્યાં હતા. ગત સાંજે જ્યારે રોયલ અકબર ટાવર પાસે હોબાળો થયો ત્યારે આ છ જણા પર સ્થાનિકોએ હુમલો પણ કર્યો હતો. હુમલો થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને શિફતપૂર્વક બંન્ને પોલીસકર્મીઓને ઘટનાથી અલગ કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

READ ALSO

Related posts

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ

Nilesh Jethva

રાજ્યમાં Corona કેસમાં વધારો યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1408 પોઝિટિવ દર્દીઓ સાથે 14નાં મોત

Mansi Patel

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!