GSTV
Home » News » ‘હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં’થી વિપરીત 153 સાંસદોની સંપત્તિ થઈ 2 ગણી, BJPના આ નેતા ટોપ પર

‘હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં’થી વિપરીત 153 સાંસદોની સંપત્તિ થઈ 2 ગણી, BJPના આ નેતા ટોપ પર

pm-narendra-modi gstv

એડીએઆર દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ પાંચ વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ બે ગણી વધી છે. જેમાં સૌથી વધારે ભાજપના નેતાઓની સંપત્તિમાં વધારો થયો છે. એક અંદાજે ભાજપના 72 જેટલા સાંસદ એવા છે જેમની સંપત્તિમાં 7.54 કરોડો રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જ્યારે કોંગ્રેસના 28 સાંસદોની સંપત્તિમાં 6.35 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

એડીઆરની યાદીમાં  ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા, બીજેડીના સાસંદ પિનાકી મિશ્રા અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે ટોપ પર છે. ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાની સંપત્તિ 2009માં 15 કરોડ હતી. જે 2014માં વધીને 131 કરોડ થઈ હતી. જ્યારે બીજેડીના સાસંદ પિનાકી મિશ્રાની સંપત્તિ 107 કરોડથી વધી 137 કરોજ થઈ.

આ યાદીમાં ત્રીજા સ્થાને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે છે. જેમની સંપત્તિ 20096માં 51 કરોડ હતી. જે વધીને 2014માં 133 કરોડ થઈ. આ યાદીમાં શિરોમણિ અકાળી દળના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર છઠ્ઠા સ્થાને અને ભાજપના સાંસદ વરૂણ ગાંધી પણ 10માં સ્થાને છે. 

Rahul Gandhi public meetings in Gujarat

આ ઉપરાંત રાહુલ ગાંધીનું નામ પણ આ યાદીમાં છે. 2009માં રાહુલ ગાંધીની સંપત્તિ બે કરોડ હતી ત્યારે 2014માં જે સાત કરોડ થઈ હતી.

Read Also

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!