GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

વિધાનસભામાં ગરીબોની જીવાદોરી સમાન VS હોસ્પિટલ બંધ થવાનો મુદ્દો ચર્ચાયો

વિધાનસભા ગૃહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. જેમાં અમદાવાદના દરિયાપુર મત વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગરીબ દર્દીઓ માટે જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિમટલ બંધ થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની સાથે આ મુદ્દે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય વીરજી ઠુમ્મર, વિક્રમ માડમ અને ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. અને વી.એસ. હોસ્પિ‍ટલ અગાઉની જેમ કાર્યાન્વિયત કરવા માંગણી કરી હતી.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ એસવીપી હોસ્પિટલ શરૂ થયાના થોડાક દિવસો બાદ વી.એસ. હોસ્પિેટલમાં મા અમૃતમ કાર્ડ સેવા બંધ કરી હતી.

આ પહેલાં તમામ સુપર સ્પેશિયાલીસ્ટ ડોક્ટરોની નવી એસવીપીમાં બદલી કરી દીધી હતી. જૂની વી.એસ. હોસ્પિસટલના સર્જરી અને મેડીસીન વિભાગ સહિતના તમામ ૧૬ વોર્ડમાં આઈ.સી.યુ. બેડ બંધ કરી દીધા છે.

આ તમામ નિર્ણય સૂચવે છે કે, સત્તાધીશોને વી.એસ. હોસ્પિટલના બેડ ૧,૧૫૫થી ઘટાડીને ૫૦૦ કરવામાં રસ નથી. પરંતુ આખી હોસ્પિટલ જ બંધ કરી દેવી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!