GSTV
Gujarat Government Advertisement

ઈંગ્લેન્ડના ચાહકોએ વોર્નર, સ્મિથ અને બૅનક્રોફ્ટને પીળા ‘સેન્ડ પૅપર’ બતાવ્યા!

Last Updated on August 2, 2019 by Mayur

ઈંગ્લેન્ડના ચાહકોએ અપેક્ષા પ્રમાણે જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વોર્નર, સ્મિથ અને બૅનક્રોફ્ટને પીળા રંગના સેન્ડ પેપર (કાચ-કાગળ) વડે નિશાન બનાવ્યા હતા. ગત વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસમાં બૅનક્રોફ્ટ પીળા રંગના સેન્ડપેપર વડે બોલ સાથે ચેંડા કરતાં રંગે હાથ ઝડપાયો હતો. જે પછી તેણે આ માટે વોર્નર અને સ્મિથને જવાબદાર ગણાવ્યા હતા. આ કારણે બોલ ટેમ્પરિંગ વિવાદમાં સેન્ડપૅપર મહત્વનું બન્યું હતુ.

કેટલાક પ્રેક્ષકો સ્મિથના રડતાં ચહેરાનું માસ્ક પહેરીને આવ્યા હતા. જ્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત ઈંગ્લિશ ચાહકો માટે પ્રમાણમાં પીળા રંગના કાચકાગળ સાથે આવી પહોંચ્યા હતા. વોર્નર અને બૅનક્રોફ્ટ જ્યારે ઈનિંગનો પ્રારંભ કરવા માટે ઉતર્યા ત્યારે પણ તેમને પીળા રંગના કાચ કાગળ બતાવીને તેમને ગત વર્ષે કરેલી તેમની ભૂલની યાદ અપાવી હતી. કેટલાક તો સેન્ડ પેપર અંગે કટાક્ષભર્યા બેનર્સ લઈને પણ મેદાન પર પહોંચ્યા હતા.

વોર્નર આઉટ થઈને પેવેલિયનમાં પાછો ફર્યો ત્યારે પણ ઈંગ્લેન્ડના ચાહકોએ ઉભા થઈને તેમના હાથમાં પીળા રંગના સેન્ડપેપર હલાવીને તેને ગુડબાય કર્યું હતુ. સોશિયલ મીડિયા પર પણ વોર્નર, સ્મિથ અને બૅનક્રોફ્ટને સેન્ડ પેપર અંગે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયલની ટેક્સ્ટમાં લખવામાં આવ્યું હતુ કે, મેં ગઈકાલે ડેવિડ વોર્નરને બર્મિંગહામની એક દુકાનમાં શોપીંગ કરતાં જોયો હતો ? જવાબમાં સામેવાળાએ સવાલ કર્યો કે, તે સેન્ડ પૅપરની દુકાન હતી, ને !

READ ALSO


Gujarat Government Advertisement

Related posts

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Dhruv Brahmbhatt

ફ્રી ગિફ્ટના લોભમાં બેઠા બેઠા બની જશો ફ્રોડનો શિકાર! એસબીઆઈની આ ચેતવણીને હળવાશથી ન લેતાં

Vishvesh Dave

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!