GSTV

હવામાન: અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Last Updated on July 25, 2021 by Pravin Makwana

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટની વચ્ચે હાથતાળી આપતા મેઘરાજાએ શનિવારે સાંજના સુમારે  ઉત્તર-પશ્ચિમઝોનના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.શનિવારે સાંજે ૬થી ૮ના બે કલાકના સમયમાં બોડકદેવ અને સાયન્સસિટી વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેકવિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના દક્ષિણ-પશ્ચિમના જોધપુર ઉપરાંત બોપલ,રાણીપ અને ઉસ્માનપુરા સહીતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૩૮૬.૪૭ મિલીમીટર થવા પામ્યો હતો.

સવારના ૬થી રાતના ૮ સુધી કયાં-કેટલો વરસાદ?

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ઉસ્માનપુરા     ૪૦.૦૦

ચાંદખેડા        ૧૬.૫૦

રાણીપ         ૪૬.૫૦

બોડકદેવ       ૫૧.૦૦

સાયન્સ સિટી   ૫૧.૦૦

જોધપુર        ૪૭.૫૦

બોપલ          ૩૯.૦૦

દુધેશ્વર         ૩૨.૦૦

ચાંદલોડીયા    ૩૪.૫૦

સરખેજ         ૨૭.૦૦

ગોતા           ૧૫.૫૦

લોકો છેલ્લા ત્રણેક દિવસથી વરસાદની પ્રતિક્ષા કરતા હતા.જેનો શનિવારે સાંજે અંત આવ્યો હતો.દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે ૬ના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા શહેરના ન્યૂ રાણીપ,ચાંદખેડા,ઉસ્માનપુરા,બોડકદેવ ઉપરાંત સાયન્સ સિટી સહીતના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૃઆત થઈ હતી.સાંજે ૬ થી ૭નાએક કલાકના સમયમાં ઉસ્માનપુરામાં ૩૯ મિલીમીટર, રાણીપમાં ૨૮.૫૦ અને બોડકદેવ વિસ્તારમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસી જતા ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરના જોધપુર વિસ્તારમાં પણ એક કલાકમાં ૩૯ મિલીમીટર જેટલો વરસાદ વરસતા લોકોમાં ખુશાલી છવાઈ ગઈ હતી.શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો પરંતુ પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોની સરખામણીમાં વરસાદનું પ્રમાણ ઓછુ જોવા મળ્યુ હતું.બોપલમાં પણ ૩૯ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરના ગુલબાઈ ટેકરા, આંબાવાડી બજાર ઉપરાંત માનસી સર્કલ સહીતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરમાં સરેરાશ ૧૬.૮૩ મિલીમીટર વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૩૮૬.૪૭ મિલીમીટર એટલે કે ૧૫.૨૨ ઈંચ થવા પામ્યો છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!