GSTV
Home » News » પાટણના આ રણમાં એક મહિના પહેલા થયું વિદેશી પક્ષીઓનું આગમન

પાટણના આ રણમાં એક મહિના પહેલા થયું વિદેશી પક્ષીઓનું આગમન

કચ્છનું નાનું રણનો કુલ વિસ્તાર 4 હજાર 953.71 ચો.કી.મી છે. જેમાં પાટણ જિલ્લાનું સમી તાલુકાના નાના રણની કાંધીએ આવેલુ કોડધા ગામ છે. અહીં ઇકોટુરિઝમ સંકુલ વિકસાવવામા આવ્યું છે. અહીં પાણીના સ્ટોરેજ માટે વાડીલાલ ડેમ તળાવ બાંધવામા આવ્યું છે. અહીં પાણીનો સ્તોત્ર હોવાથી વિદેશી પક્ષીઓ શિયાળામા મહેમાન બને છે. પાટણ જિલ્લામાં સારા વરસાદને લઈ સમી પંથકમા વિદેશી પંખીઓ 1 મહિનો વહેલા આવ્યા છે.

પાટણના સાંતલપુર,રાધનપુર અને સમીના કોડધા વિસ્તારમાં વિવિધ જાતના યાયાવર, ફ્લેમિંગો અને કુંજ સહિતના પક્ષીઓએ ઉતરાણ કર્યું છે. ચોમાસામાં વરસાદ સારો થતાં રણ વિસ્તારના કેટલાક ભાગોમાં વાડીલાલ તળાવ સહિતના તળાવ ભરાયા છે. આ પાણીમાં દેશ વિદેશના પક્ષીઓનો કલરવ થવા લાગ્યો છે.

આ વખતે 1 મહિનો વહેલા વિદેશી પક્ષીઓ આવ્યા છે. આમ તો ડિસેમ્બર મહિનામા વિદેશી પક્ષીઓ આવતા હોય છે. પણ સારા વરસાદથી પાણી ભરાવાને લઇને પક્ષીઓનુ વહેલા આગમન થયું છે. વિવિધ જાતના યાયાવર, કુંજ, હંજ, સુરખાબ સહિત ભારતીય પક્ષીઓ બ્રિડિંગ માટે પણ અહી આવે છે. આ વિવિધ જાતના પક્ષીઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!