સોશિયલ મીડિયામાં પરપ્રાંતીય લોકોને ટાર્ગેટ કરીને અફવાઓ ફેલાવતા બે આરોપીની સાયબર સેલે ધરપકડ કરી હતી. આરોપીઓએ પોતાના ફેસબૂક એકાઉન્ટમાં પરપ્રાંતીયો મુદ્દે વિવિધ ટીકા ટિપ્પણીઓ કરી હતી. સાયબર સેલ અર્જુન ઠાકોર અને સુમિત ઠાકોર નામના શખ્શોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં સોસીયલ મીડિયામાં પરપ્રાંતીયો લોકોને ટાગેટ કરીને અફવાઓ ફેલાવાના ગુના હેઠળ સાયબર સેલ વિભાગે કુલ 50 આરોપીઓની ધપરકડ કરી લીધી છે.