GSTV
Home » News » બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે સૈન્યનું મોટું નિવેદન: રાજકિય પક્ષો ભલે ગમે તે દાવા કરે પરંતુ…

બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે સૈન્યનું મોટું નિવેદન: રાજકિય પક્ષો ભલે ગમે તે દાવા કરે પરંતુ…

ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફટનન્ટ જનરલ રણબીર સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાંવ્યું છે કે થોડાં દિવસ પહેલાં ડીજીએમઓએ એક આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર 2016માં એક જ સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે. અમે જે કહી રહ્યાં છે તે જ તથ્યાત્મક છે. રાજકીય પાર્ટીઓ કંઈ પણ કહે તેને સરકાર જવાબ આપશે. હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ દાવો કર્યો હતો કે યુપીએના શાસનમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.

લેફટનન્ટ જનરલે કહ્યું કે, બાલાકોટમાં આતંકીઓ પર હવાઈ હુમલા ભારતીય વાયુસેનાની એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી, જેમાં આપણાં વિમાનોએ દુશ્મનના વિસ્તારમાં અંદર સુધી ઘુસી જઈને આતંકીઓના લોન્ચપેડને ધ્વસ્ત કર્યા હતા. પાકિસ્તાનીઓએ બીજા દિવસે હવાઈ કાર્યવાહી કરી જો કે તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે આ વર્ષે આપણાં જવાનોએ 86 આતંકીઓને ઠાર કર્યા છે. લગભગ 20ની ધરપકડ કરી છે. આતંકીઓ વિરૂદ્ધ અમારૂ અભિયાન ચાલું જ રહેશે.

UPAસરકાર વખતે 6 વખત સર્જીકલ સ્ટ્રાઇક થઇ

ગત 2 મેનાં રોજ કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે UPA સરકાર વખતે 6 વખત સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. પહેલી સર્જીકલ સ્ટ્રાઈક 19 જૂન, 2008નાં રોજ આસામ રાયફલ્સે, ગોરખા રેજિમેન્ટનાં ભત્તલ સેકટરમાં, પુંછમાં કરી હતી. બીજી સ્ટ્રાઈક 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2011નાં રોજ શારદા સેકટરમાં રાજપૂત અને કુમાયું રેજિમેન્ટે કરી હતી. ત્રીજી સ્ટ્રાઈક 6 જૂન, 2013નાં રોજ સાવન પાત્રા ચેકપોસ્ટ પર. ચોથી સ્ટ્રાઈક 27-28 જુલાઈ, 2013માં નાજપીર સેકટરમાં થઈ હતી. પાંચમી સ્ટ્રાઈક 6 ઓગસ્ટ, 2013નનાં રોજ નીલમ વેલીમાં થઈ હતી. છઠ્ઠી સર્જિકલ સ્ટ્રાઈક 14 જાન્યુઆરી, 2014નાં રોજ થઈ હતી.

પીએમ મોદીએ વ્યંગ કર્યો હતો

સર્જીકલ સ્ટ્રાઈક કરવાના કોંગ્રેસના દાવા પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું હતું કે અમારા સમયમાં પણ અનેક વખત સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી. આ કેવી સર્જીકલ સ્ટ્રાઈક હતી કે ન આતંકીઓને, ન તેની પર હુમલો કરનારાઓ, ન પાકિસ્તાન, ન હિંદુસ્તાનમાં કોઈને આ અંગે ખબર પડી હતી. મોદીએ કહ્યું હતું કે- કોંગ્રેસ પહેલાં એવું કહેતી હતી કે સર્જીકલ સ્ટ્રાઈક જેવું કંઈ નથી હોતું. આવું સેના તો રોજ કરે છે. પહેલાં તેઓએ સર્જી કલ સ્ટ્રાઈકની મજાક ઉડાવી હતી. એસી રૂમમાં બેસીને કાગળ પર સર્જીકલ સ્ટ્રાઈક કોંગ્રેસ જ કરી શકે છે. જ્યારે કાગળ અને વીડિયો ગેમમાં જ સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હોય છે તો 6 હોય કે ત્રણ, 20 હોય કે 25, જેને ખોટું બોલવું જ હોય તેને શું ફેર પડે.

આરટીઆઇમાં થયો ખુલાસો

મીડિયા રિપોર્ટમાં મુજબ વર્ષ 2018માં કરવામાં આવેલી આરટીઆઇમાં માહિતી માંગવામાં આવી હતી.મંત્રાલયે તેનાં જવાબમાં જણાંવ્યું હતું કે,અમારી પાસે માત્ર એક સર્જીકલ સ્ટ્રાઇકની જાણકારી છે. જે વર્ષ 2016ની 29-સપ્ટેમ્બરનાં રોજ કાશ્મીરમાં ઉરી આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી.જો કે યુપીએ નેતાો દાવો છે કે અમારા શાસનમાં 6 વખત સર્જીકલ સ્ટ્રાઇક કરવામા આવી હતી.

READ ALSO

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur

સરકાર પાસે નહીં જઇએ, મમતા ચર્ચા માટે આવે તો જ માનીશું : ડોક્ટરોની ચીમકી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!